Western Times News

Gujarati News

૧૯૮૦માં પાકિસ્તાને જેહાદીઓને ટ્રેનિંગ આપી હતીઃ ઈમરાન

નવીદિલ્હી, આતંકવાદ પર પાકિસ્તાનના વડાપ્રધાને (Pakistan Prime Minister) ઈમરાન ખાને સૌથી મોટી કબુલાત કરતા કહ્યું કે ૧૯૮૦માં અફઘાનિસ્તાનમાં રશિયા (તત્કાલિન સોવિયેત સંઘ USSR) વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાને જેહાદીઓને તૈયાર કર્યાં. તેમને ટ્રેનિંગ આપી. રશિયાની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં એક બાજુ અમેરિકા USA પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોલ્ડ વોર દરમિયાન રશિયા વિરુદ્ધ પાકિસ્તાને અમેરિકાની મદદ કરી. જેહાદીઓને રશિયા વિરુદ્ધ લડવા માટે ટ્રેનિંગ આપી. આમ છતાં હવે અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે ૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાન એવા મુજાહિદ્દીન લોકોને તાલીમ આપી રહ્યું હતું જ્યારે સોવિયેત સંઘ, અફઘાનિસ્તાન પર કબ્જો કરે તો તેઓ તેમના વિરુદ્ધ જેહાદનું એલાન કરે. આ લોકોની ટ્રેનિંગ માટે પાકિસ્તાનને અમેરિકાની એજન્સી  તરફથી પૈસા આપવામાં આવ્યાં હતાં. પરંતુ એક દાયકા બાદ જ્યારે અમેરિકા, અફઘાનિસ્તાનમાં આવ્યું તો તેણે એ જ સમૂહો કે જે પાકિસ્તાનમાં હતાં, તેમને જેહાદીમાંથી આતંકવાદી જાહેર કરી દીધા.

ઈમરાન ખાને Imran Khan કહ્યું કે આ એક મોટો વિરોધાભાસ હતો. પાકિસ્તાને તટસ્થ હોવું જોઈતું હતું. કારણ કે અમેરિકાનો સાથ આપીને અમે આ સમૂહોને પાકિસ્તાનની વિરુદ્ધ કરી દીધુ..જેમાં અમે ૭૦ હજાર લોકોના જીવ ગુમાવ્યાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ૧૦૦ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

જો કે એ પણ સાચુ છે કે એકબાજુ જ્યાં ઈમરાન ખાન આ સચ્ચાઈને પરોક્ષ રીતે સ્વીકારી રહ્યાં છે કે તેમની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થયો છે, ત્યાં બીજી બાજુ તેઓ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમર્થનની આશા રાખી રહ્યાં છે. કદાચ આ જ કારણે તેમના જ ગૃહ મંત્રી Home Minister એજાઝ અહેમદ શાહે Ejaz Ahmad Shah એક ઈન્ટરવ્યુમાં કહી દીધુ કે કાશ્મીર Jammu & Kashmir મુદ્દે પાકિસ્તાનની વાતને ગંભીરતાથી લેવાતી નથી અને પાકિસ્તાનને જવાબદાર દેશ ગણાતો નથી.

ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની નિષ્ફળતાઓ બદલ ઈમરાન ખાન અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવ્યાં છે. હકીકતમાં તેમણે સ્વીકાર કરી લીધુ કે કાશ્મીર મુદ્દે ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું. શાહે ઈમરાન ખાન સહિત ચૂંટાઈ આવેલા અને જવાબદાર સ્થાન પર બિરાજમાન નેતાઓ પર પાકિસ્તાનની છબી બગાડવાનો આરોપ પણ લગાવી દીધો.

તેમણે પાકિસ્તાની ન્યૂઝ એજન્સી એક ટોક શોમાં કહ્યું કે “આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકોએ આપણા પર વિશ્વાસ કર્યો નહીં. અમે કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે અને લોકોને દવાઓ સુદ્ધા મળતી નથી. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો નહીં. પરંતુ તેમણે ભારતની વાત પર વિશ્વાસ કર્યો. સત્તાધારી કુલીનતંત્રે દેશને બરબાદ કરી દીધો. દેશની છબી ખરાબ કરી નાખી. લોકો વિચારે છે કે પાકિસ્તાન એક ગંભીર દેશ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.