૧૯૮૪ શિખ વિરોધી રમખાણઃ ૩૮ વર્ષ બાદ ચાર આરોપીઓની ધરપકડ
નવીદિલ્હી, ૧૯૮૪માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં સર્જાયેલા શીખ વિરોધી રમખાણોની તપાસ કરવા માટે રચાયેલી ખાસ તપાસ ટીમે ૩૮ વર્ષ પછી પ્રથમ વખત એકશનમાં ચાર આરોપીઓની ધરપકડ કરવા આદેશ આપ્યો છે.
આ સીટનું ગઠન ૨૦૧૯માં મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણના સાત કેસોની પુનઃ તપાસ શરુ કરવામાં આવી છે અને તેમાં ૯૪ આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી અને તેમાંથી ૭૪ આરોપીઓ જીવતા હોવાનું જાહેર થયા બાદ તેમાંથી હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
૧૯૮૪ના શીખવિરોધી રમખાણમાં દિલ્હીમાં સેંકડો શિખોની કત્લેઆમ કરવામાં આવી હતી અને દેશના અનેક ભાગોમાં પણ શિખ વિરોધી રમખાણો થયા હતા.HS2KP