૧૯ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી, છેલ્લા ૧૯ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયો. દેશની સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર ૫ સપ્ટેમ્બરના રોજ કિંમતોમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ અને ડીઝલ ૧૫ પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. ત્યારબાદથી આજ સુધી એ જ ભાવ પર ફ્યૂઅલ મળી રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવારે ૬ વાગ્યે જાહેર કરવામાં આવે છે. નોંધનીય છે કે, પેટ્રોલના ભાવ અનેક શહેરોમાં ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર છે.
દેશના ચાર મેટ્રો શહેરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ અન્ય ત્રણ મેટ્રો શહેર રાજધાની દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ કરતાં વધારે છે. મુંબઈમાં હાલ પેટ્રોલ ૧૦૭.૨૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે.
પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.SSS