૧૯ વર્ષનો યુવક ૯ વર્ષના બાળક જેટલો દેખાય છે

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની ઊંચાઈ સામાન્ય લોકોની ઊંચાઈ જેટલી નથી વધી શકતી. ઘણીવાર આવા લોકો પોતાની ઊંચાઈને લઈને ખૂબ જ ચિંતિત રહે છે. ઘણી વખત તો લોકોને અજીબોગરીબ બીમારીઓ પણ થઈ જાય છે જેને લીધે તેમની લંબાઈ ઓછી રહી જાય છે.
પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર કદમાં જ નહીં, પરંતુ દેખાવમાં પણ નાના બાળક જેવો દેખાય છે. જે કોઈ તેને જુએ છે તે તેને બાળક જ માને છે. આ બાળક સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે.
ડેગિસ્તાનમાં રહેતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હસબુલ્લા મેગોએમેદોવ માત્ર રશિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હસબુલ્લાના ફેમસ હોવાનું સૌથી મોટું કારણ છે તેનો દેખાવ. તમને જાણીને નવાઈ લાગશે કે હસબુલ્લા ૧૯ વર્ષનો છે પરંતુ દેખાવમાં તે ૯ વર્ષના બાળક કરતાં નાનો દેખાય છે.
તેને પહેલીવાર જાેઈને લોકોને તેના પર પ્રેમ આવવા લાગે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની દબંગગીરી માટે ફેમસ એવા હસબુલ્લા વિશે જ્યારે કોઈ સંપૂર્ણપણે જાણવાનું શરૂ કરે છે, ત્યારે તે દંગ રહી જાય છે. હસબુલ્લાના શરીરમાં ગ્રોથ હોર્મોન્સની ઉણપ છે.
તેથી જ તેનું શરીર કોઈ બાળકના શરીર જેવું લાગે છે. હસબુલ્લાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ક્યારેક તે જીમમાં પરસેવો પાડતો જાેવા મળે છે તો ક્યારેક તે રેસલિંગ મેચની મજા લેતો જાેવા મળે છે.
પરંતુ આ વખતે હસબુલ્લા એક અલગ જ કારણસર ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારબાદ ઈન્સ્ટાગ્રામે તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.
અહેવાલ મુજબ, મહિલાએ સોશિયલ મીડિયા પર હસબુલ્લાની બહેન સાથે જાેડાયેલો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે પછી તેણે ધમકી આપી અને કહ્યું- આ મહિલાએ મારી બહેનનો વીડિયો આખા ઈન્સ્ટાગ્રામને બતાવવા માટે શેર કર્યો છે.
જાે તે આખા સોશિયલ મીડિયાની માફી નહીં માંગે તો હું તેને જીવતી નહીં છોડું. જ્યારથી વિવાદ વધ્યો ત્યારથી તેણે સ્પષ્ટતા કરી કે તેણે ધમકી આપી છે પરંતુ તેનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામે બ્લોક કર્યું નથી. તેણે પોતે જ પોતાનું એકાઉન્ટ થોડા દિવસો માટે બ્લોક કરી દીધું છે.SSS