Western Times News

Gujarati News

૧૯ વર્ષ પહેલાં જ કોરોના વાયરસ ચીનમાં ફેલાયો હતો : અહેવાલ

નવી દિલ્હી: દુનિયામાં અચાનક કોરોના વાયરલ ફેલાઈ ગયો હતો. આ વાયરસને કોવિડ-૧૯ નામ આપવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯માં આવ્યો હતો. ૨૦૧૯ પછી આ વાયરસ ખૂબ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાયો હતો. હાલત એવી થઈ કે વાયરસનો ફેલાવો રોકવા માટે લૉકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું. વિશ્વની તમામ સરકારોએ જરૂરી ઉપાયો કર્યા છતાં કોરોના આખી દુનિયામાં ફેલાઈ ગયો છે.

જાેકે, હવે એક એવું સત્ય સામે આવ્યું છે, જેણે ચીન પર અનેક સવાલ ઊભા કર્યાં છે. ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે ચીનના બેઇજિંગમાં વર્ષ ૨૦૦૨માં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એ સમયે ચીનના ગ્વાંગડોંગમાં ત્યાંની એક રેસ્ટોરન્ટના શેફ અને માંસની દુકાનના કસાઈને કોરોના થઈ ગયો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમજ તાવ આવી ગયો હતો. જેમને આવી તકલીફ થઈ હતી તે મોટાભાગના માંસના વેપારીઓ હતા. રિપોર્ટ પ્રમાણે ત્યારે આ રહસ્યમય બીમારીથી ડૉક્ટર્સ ચિંતામાં આવી ગયા હતા. આ ઉપરાંત જે લોકો દર્દીઓની દેખરેખ રાખી રહ્યા હતા તેઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ તમામ કેસ ૨૦૦૨માં આવ્યા હતા અને તેના લક્ષણો કોરોના જેવા જ હતા. જાેકે, એ વખતે કેમ પણ કરીને તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આખી દુનિયામાં ત્યારે આવા ૭૭૪ કેસ મળ્યા હતા. નવા રિપોર્ટ પ્રમાણે એ જ સમયે કંઈક કરવાની જરૂરી હતી, તેમજ આપણા માટે તે એક ચેતવણી પણ હતી. જાેકે, આ વાતને અવગણવામાં આવી હતી. જે બાદમાં ૨૦૧૯માં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાયો હતો. ત્યારથી લઈને અત્યારસુધી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. કોરોનાને ચીનનું બાયોલૉજિકલ વેપન પણ કરવામાં આવે છે.

મેરીલેન્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક મિલ્ટન લીટેનબર્ગે તર્ક આપ્યો છે કે જીછઇજી વાયરસે ચીનને શીખવ્યું કે કેવી રીતે ખોટા પરિણામો સાથે દુનિયાને ગેરમાર્ગે, ખોટી માહિતી અને હેરાફેરીનો શિકાર બનાવી શકાય છે. તેમણે કહ્યુ કે, આ શીખ બાદ ચીને ખૂબ જ સરળતાથી કોરોના વાયરસને દુનિયામાં ફેલાવી દીધો છે. ચીનના ષડયંત્રની જ અસર છે કે આજે દુનિયાના અનેક દેશ સ્મશાનમાં બદલાઈ ગયા છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.