૧ એપ્રિલથી એનપીઆરની પ્રક્રિયા શરુ
રાષ્ટ્રપતિ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને વડાપ્રધાન મોદી નોંધણી સૌથી પહેલા |
નવીદિલ્હી, દેશમાં અનેક રાજ્યોનાં વિરોધ વચ્ચે એનપીઆરની કામગીરી શરુ કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ થઈ ગઈ છે. ૧ એેપ્રિલથી નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એનઆરસી હેઠળ નાગરિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન કરવામાં આવશે ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણ વ્યક્તિની નોંધણી એનપીઆરમાં સૌથી પહેલા કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ૧ એપ્રિલથી એનસીઆરનો ડેટા અપગ્રેટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેશના પહેલા નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નોંધણી સૌથી પહેલા કરવામાં આવશે. આ બાદ ઉપરાષ્ટ્રપતિ વેંક્યા નાયડૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એનસીઆરની યાદીમાં નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે ભારત રજિસ્ટ્રેશન જનરલ ઓફિસે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને અનુકુળ સમય અંગે માંગણી કરતો પત્ર મોકલ્યો છે.
એનસીઆર નોંધણી પહેલા દિવસે ૩ મહત્વના પદાધિકારીઓની નોંધણી કરશે એવી સંભાવના સેવાઈ રહી છે. રાષ્ટ્રપતિની નોંધણી ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, વસ્તી ગણતરી આયુક્ત અને વસ્તી ગણતરી સંયાલન ડાયરેક્ટરની હાજરીમાં દિલ્હીમાં થઈ શકે છે. આજ ટીમ દિલ્હીમાં પીએમ અને વાઈસ પ્રેસિડન્ટની પણ ગણતરી જોશે. આ ત્રણેયના નિવાસ સ્થાન નવી દિલ્હી નગર નિગમ અંતર્ગત આવે છે.
એનસીઆર હેઠળ ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી નાગરિકોનો ડેટા બેઝ તૈયાર કરવા દેશભરમાં ઘરે ઘરે જઈને જનગણના કરવાની તૈયારી છે. એનપીઆર એટલે નેશનલ પોપ્યલેશન રજિસ્ટર . જેમાં લોકોના આંકની સાથે તેમનો બાયોમેટ્રીક ડેટા હશે. ઉલ્લેખનીય છે તે વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારે ૨૦૧૦મા એનપીઆર બનાવવાની પહેલ કરી હતી. ત્યારે ૨૦૧૧માં વસ્તી ગણતરીનું કામ શરુ થયું હતું. હવે ફરી ૨૦૨૧માં આ કામ થઈ રહ્યું છે એનપીઆરનો હેતું જો કોઈ બહારના દેશનો નાગરકિત જે મુસ્લિમ નથી તે ૬ મહિનાથી દેશના કોઈ ભાગમાં વસવાટ કરી રહ્યો છે. તો તેને પણ એનપીઆરમાં સમાવાશે.એનપીઆરના માધ્યમથી બાયો મેટ્રિક ડેટા તૈયાર કરી સરકારી લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચાડવાનો પણ છે.