૧ નવે.થી બેન્કોનો સમય બદલાશેઃ ત્રણ ટાઈમ ટેબલ તૈયાર
નવી દિલ્હી, અહેવાલો અનુસાર ૧ નવેમ્બરથી બેન્કો ખુલવા માટેનો સમય બદલાઈ જશે. બેન્કો માટે નાણાં મંત્રાલયના બેન્કિંગ ડિવિઝને નવું ટાઈમ ટેબલ તૈયાર કર્યુ છે. નાણાં મંત્રામલયના બેન્કિંગ ડિવિઝને તમામ બેન્કો સાથે વાતચીત કર્યા બાદ એવો નિર્ણય કર્યો છે કે બેન્કોની કોઈ પણ બ્રાન્ચે ગ્રાહકોની સુવિધા અને સગવડતાને ધ્યાનમાં લઈને તેનો સમય ખાસ કરીને બેન્કો ખૂલવાનો સમય નક્કી કરવો જાઈએ.
આ માટે બેન્કિંગ ડિવિઝને બેન્કો માટે ત્રણ પ્રકારનું ટાઈમ ટેબલ તૈયાર કર્યુ છે. આ ટાઈમ ટેબલમાં બેન્કો ખૂલવા અંગે જુદા જુદા સમય મુજબ ટાઈમ ટેબલ તૈયાર કરાયું છે. પ્રથમ ટાઈમ ટેબલ અનુસાર બેન્કોનો સમય સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે, જ્યારે બીજા ટાઈમ ટેબલ અનુસાર જા બેન્કો સવારે ૧૦ વાગ્યે ખૂલે તો સાંજે ૪ વાગ્યા સુધી બેન્ક કામ કરશે. ત્રીજા સમય મુજબ બેન્કોનો સમય સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે. આ નિર્ણય તમામ સરકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને લાગુ પડશે. બેન્કોની કોમર્શિયલ એક્ટિવિટીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.