૧ રૂ.માં ઈડલીની ડીશ વેચતા દાદીમાને આનંદ મહેન્દ્રાએ ટવીટ કરી ગેસ કનેકશન અપાવ્યુ
અત્યાર સુધી ચુલા પર ઈડલી બનાવતા હતા
ભારત ગેસ, કોઇમ્બતુરના અધિકારીઓએે ૮૦ વર્ષના કમલાથલને એલપીજી ગેસ કીટ આપી
(અજન્સી) મુંબઈ, જાણિતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા મંગળવારે તેમણે કરેલી એક ટ્વિટના કારણે ચર્ચામાં છે. ટ્વિટમાં તેમણે તામિલનાડુંના કોઈમ્બતુરમાં માત્ર એક રૂપિયામાં જ સાંભાર અને મસાલેદાર ચટણી સાથે ઈડલી વેચતા એક દાદીમાંનો વિડીયો શેર કરીને તેમના બિઝનેસમાં રોકાણ કરવાની અને તેમને એલપીજી ગેસ કનેકશન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કોઈમ્બતુરના ૮૦ વર્ષીય કમલાથલ ચુલો ફૂંકી ફૂંકીને ચુલો પર ઈડલી બનાવ છે. જે જાઈને આનંદ મહેન્દ્રાએ તેમનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે તેમને એેલપીજી ગેસ કનેકનશન અપાવવાની વાત કરી હતી. અને ગુરૂવારે ભારત ગેસ, કોઈમ્બતુર દ્વારા કમલાથલને ગેસ કનેકશન અપાયુ છે.
તેમને ગેસ કનેકશન મળી ગયા પછી આનંદ મહેન્દ્રાએ ટ્વિટ કરી કે ‘આ શાનદાર છે. કમલાથલીને સ્વાસ્થ્યની આ ભેટ આપનાર ભારત ગેસ, કોઈમ્બતુરનો આભાર. હુ અગાઉ કહી ચુક્યો છુ તેમ, મને તેમના ગેસ કનેકશનનો ખર્ચ ચુકવવામાં આનંદ થશે. કમલાથલ કોઈમ્બતુર શહેરથી ર૦ કી.મી.દુર વાદિવેલામિપલયમ ગામમાં રહે છે. તેમણે ૩૦ વર્ષ પહેલાં ઈડલી વેચવાનું શરૂ કર્યુ હતુ. તેઓ કમાણી માટે નહીં પણ લોકોની સેવા કરવા માટે આ કામ કરે છે.