૧ લાખ કરોડ રૂપિયાના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું લોન્ચિંગ
નવી દિલ્હી, દેશમાં કૃષિ માળખાકીય સુવિધાની પરિયોજનાને પ્રોત્સાહન આપવા માટે અને ખેડૂતોને સસ્તી લોન પૂરી પાડવા માટે વડાપ્રધાન મોદીએ આજે એક લાખ કરોડ રૂપિયાના એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને લાૅન્ચ કર્યું.
વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ યોજનાની શરૂઆત કરી. યોજનાના શુભારંભ પર વડાપ્રધાને કહ્યું કે, આ યોજનાથી ગામમાં ખેડૂતોના સમૂહોને, ખેડૂત સમિતિઓને, એફપીઓએસને વેરહાઉસ બનાવવા માટે, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે, ફુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગ ઊભા કરવા માટે ૧ લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. પહેલાઈ નેમ દ્વારા, એક ટેક્નોલોજી આધારિત એક મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી.
હવે કાયદો બનાવીને ખેડૂતોને માર્કેટના વ્યાપથી અને માર્કેટ ટેક્સીના વ્યાપથી મુક્ત કરી દેવામાં આવ્યા. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવા માટે એક લાખ કરોડ રૂપિયાના ફંડની સાથેની સ્થાપનાને મંજૂરી આપી હતી.
જેનો શુભારંભ આજે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યો. ખેડૂતોને પાકની સારી દેખભાળ માટે સરકારે એક લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપનાની જાહેરાત કરી હતી. તેની જાહેરાત નાણા મંત્રી ર્નિમલા સીતારમણે ૨૦ લાખ કરોડના આર્ત્મનિભર પેકેજ દરમિયાન કરી હતી.
નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે એક લાખ કરોડ રૂપિયાનું આ ફંડ ફાઇનાન્સિયલ સુવિધા ઉત્યાદિત પાકથી જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને પાકના ભંડારણ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા માટે આપવામાં આવશે.SSS