૧ સપ્ટે.થી ચાઈનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાની વેપારીઓની ઝુંબેશ
પાક.ને સાથ આપનાર ચીનને વેપારીઓ મોટો ઝટકો અપાશે- ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માંગ
નવી દિલ્હી, ભારત પાકિસ્તાનના કારણે ચીનને આગામી ૧ સપ્ટેમ્બરથી મોટો ઝટકો આપી શકે છે. તહેવારની સિઝનમાં જા તમને બજારમાં મેઈડ ઈન ચાઈના લખેલાં રમકડાં, ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ, વીજળીનો સામાન અને સજાવટનો સામાન બજારમાં ઓછો જાવા મળે તો ચોંકશો ન હીં. વાસ્તવમાં ચીન દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનને સાથ આપવાના કારણે દેશના વેપારીઓએ ચાનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ચીન દ્વારા સતત ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનું ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવતાં દેશનાં વેપારીઓ નારાજ છે.
વેપારીઓએ એવી જાહેરાત કરી છે કે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯થી તેઓ ચાઈનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાનું અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈÂન્ડયા ટ્રેડર્સ દ્વારા સરકકાર સમક્ષ એવી માંગણી કરાઈ છે કે ચીનથી આયાત થતી વસ્તુ પર મહ¥વમ ડ્યૂટી લગાવવામાં આવે અને ઘરેલું ઉદ્યોગ માટે એક સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે.
આ વેપારી સંગઠને ચીનના માલસામાનના પર ૧૦૦ ટકા સુધીની ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે. વેપારીઓનું માનવું છે કે ચીનથી આયાત થનાર વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી યોગ્ય રીતે લગાવવામાં આવતી નથી, જેના કારણે દેશને મહેસૂલમાં મોટું નુકસાન થઇ રહ્યું છે. ચીનની વસ્તુઓનું મૂલ્યાંકન ઓછું કરીને ભારત મોકલાય છે, જેથી તેના પર ઓછી કસ્ટમ ડ્યૂટી લાગે છે અને તેના આધારે આઈજીએસટી વૂસલવામાં આવે છે. ચીનથી ઈમ્પોર્ટ થતી વ સ્તુઓની લેવડદેવડમાં હવાલા દ્વારા મની ટ્રાન્સફર પણ થતું હોવાની આશંકા છે, જેના કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થઇ રહ્યું છે.