૧ હજાર કરોડનો પાક તીડનાં ટોળાં સાફ કરી ગયાઃ અશોક ગેહલોત

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં તીડના ટોળાઓએ ભયાનક નુકસાન સર્જયાનું જણાવતો પત્ર લખ્યો છે. પત્રમાં ગેહલોતે જણાવ્યું છે કે રાજસ્થાનના ૧૨ જીલ્લામાં તીડના ટોળાઓએ મોટી ખાનાખરાબી સર્જી ખેડૂતોને પાયમાલ કરી નાંખ્યા છે. તેમણે કુદરતી આફત જાહેર કરવાની પણ વડાપ્રધાન પાસે માંગણી કરી છે. ગેહલોતે કહ્યું છે રાજસ્થાનનાં ડઝનેક જીલ્લામાં ખેડૂતોના ૧૦૦૦ કરોડના ઉભા પાકને તીડના ટોળાઓએ ખાત્મો બોલાવતા જંગી નુકસાન ગયું છે. ગેહલોતે આ પત્રમાં ભારપૂર્વક રાજસ્થાન માટે કુદરતી આફત જાહેર કરવા માંગણી કરી છે.