સ્ટેડિયમમાં માત્ર ૩૦ હજાર દર્શકો મેચ જાેવા આવ્યા
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ ગઈ છે. ૧.૩૨ લાખની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં માંડ ૨૦ ટકા લોકો મેચ જાેવા હાજર રહ્યાં હતાં. બુક માય શોના સિનિયર અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે ૩૦ હજારથી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં ત્યારે પ્રશ્ન એ છે કે આ પાંખી હાજરી માટે જવાબદાર કોણ ? લોકોને ટેસ્ટ જાેવામાં રસ નથી કે પછી સ્ટેડિયમમાં પ્રથમ મેચમાં ફેન્સે જે અસુવિધાનો સામનો કર્યો એનાથી અકળાઈને મેચ જાેવા આવવાનું રદ કર્યું.
કોરોના મહામારીમાં ૫૦ ટકા દર્શકોને મેચ જાેવા માટે પરવાનગી આપવામાં આવી છે. એ દ્રષ્ટિએ વાત કરી એ તો ૬૬ હજાર દર્શકોને પરવાનગી આપવામાં આવી છે. તેમાથી ૩૦ હજારથી ઓછા દર્શકો આજે આવ્યા હતાં.મેચ જાેવા આવતા ફેન્સને ક્રિકેટનું એવું ગાંડપણ હોય છે કે મેચની આગલી રાત્રે ઉત્સાહમાં સૂઈ પણ શકતા નથી. તેઓ સ્ટેન્ડમાં બેસીને મેચ જાેવે તો એટલી જ આશા રાખે છે કે ૯ કલાક ગ્રાઉન્ડ પર બેસવાનું હોય તો પાણી માટે તેમને મફત મળે
જાે મફતમાં નહિ તો વાજબી ભાવે જ પાણી મળી રહે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વ્યવસ્થા એવી છે કે એક ગ્લાસ પાણી પીવા ફેન્સે ૧૦ રૂપિયા ચૂકવવા પડે છે. માર્ચની કડકડતી ગરમીમાં સ્ટેડિયમ માટે કરવામાં આવેલો ખર્ચો પાણીના નામે વસૂલવાનો પ્લાન છે ? અહીં પાણી અને અન્ય સ્નેક્સ માટે રોકડા પૈસા ચૂકવવા પડે છે. એક બાજુ પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરી રહ્યા છે;
ત્યાં બીજી તરફ, તેમના નામના સ્ટેડિયમમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી પૈસા લેવામાં આવતા નથી. આજનો યુવા વર્ગ રોકડા પૈસા ભેગા રાખવામાં માનતો નથી, ત્યારે બેન્કમાં પૈસા હોવા છતાં ભૂખ્યા-તરસ્યા રહેવાનો અનુભવ ગઈ ટેસ્ટ પછી ફેન્સની યાદોમાં કાંટાની જેમ ખૂંચ્યા કરે છે.
૪જીના જમાનામાં ૨જી કરતાં પણ ખરાબ ડેટા સ્પીડનો અનુભવ કરવો હોય તો એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જરૂર પધારો. મેચ દરમિયાન ગરમીમાં પાણીના વધારે પડતા ભાવથી મેચ જાેવા આવેલો દર્શક સીટ પર લાંબો થઇ સૂતા જાેવા મળ્યા હતાં. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી હતી ત્યારે બપોરના સમયે સ્ટેડિયમમાં મોટા ભાગની સીટ પર સીધો તડકો આવી રહ્યો હતો.
એવામાં દર્શકો છાયડામાં બેસીને મેચ જાેવાનું પસંદ કરી રહ્યા હતાં . આ દરમિયાન મેચ જાેવા આવેલા એક દર્શક સ્ટેડિયમની ખાલી ખુરશી પર સૂઈને આરામ ફરમાવી રહ્યો હતો. સ્ટેડિયમમાં ચાલુ મેચમાં કંટાળો આવતો હોવાના લીધે આ દર્શક સૂઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.આ ઉપરાંત ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આજ સ્ટેડિયમમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. આ મેચમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસની ટિકિટ લઈને બેઠેલા દર્શકોના પૈસા પણ પાણીમાં ગયા હતા. તો મેચ બાદ પિચને લઈને પણ સવાલ ઉઠ્યા હતા.
માત્ર બે દિવસમાં મેચ પૂરી થવાને કારણે ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો. જાેકે ઇન્ડિયન ટીમનું સમર્થન કરવા માટે વિદેશી ફેન કેરી આયર્લેન્ડથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. તેઓ તેમના દેશની ક્રિકેટ ટીમનાં ટીશર્ટ લઈને આવ્યાં હતાં અને સ્ટેડિયમની બહાર તેમણે ચિયર પણ કર્યું હતું. જાેકે આ મેચમાં પહેલા એવા વિદેશી ઇન્ડિયન ફેન હશે જે આ સ્ટેડિયમમાં આવીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો હતો આયર્લેન્ડથી આવેલા ઇન્ડિયન ફેન કેરીએ જણાવ્યું હતું કે તે પહેલી વખત ઇન્ડિયા આવ્યો છે અને આ મેચ જાેવા માટે ઘણો ઉત્સાહિત છે. તેની સાથે તેઓ સ્ટેડિયમમાં ચિયર કરીને ટીમ ઇન્ડિયાને સપોર્ટ પણ કરશે.
તે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મોટો ફેન છે. કેરી અહીં એકલો મેચ જાેવો માટે આવ્યો છે પણ તેણે જણાવ્યું હતું કે આ સ્ટેડિયમમાં તે નવા લોકોને મળશે અને તેમને મિત્ર બનાવશે. કેરીના ઘણા ઇન્ડિયન ફ્રેન્ડ દિલ્હીમાં રહે છે અને આજે અમદાવાદ મેચ જાેવાનો મોકો મળતાં કેરીએ ઘણી ખુશી વ્યક્ત કરી છે.આ ઉપરાંત અનેક રાજયોમાંથી દર્શકો મેચ જાેવા આવ્યા છે.