૨૦,૦૦૦ કરોડના ટેકસ વિવાદ મામલામાં સરકારને આંચકો
નવીદિલ્હી, ટેલીકોમ કંપની વોડાફોને ૨૦,૦૦૦ કરોડના કર વિવાદ મામલામાં ભારત સરકારને હરાવી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થાનો કેસ જીતી લીધો છે. કંપની તરફથી આજે જણાવાયુ છે કે તેને સિંગાપુરના એક ઇટરનેશનલ કોર્ટમાં ૧૨,૦૦૦ કરોડ બાકી અને ૭,૯૦૦ કરોડનો દંડ વાળો એક મહત્વપૂર્ણ કેસમાં ભારત સરકારની વિરૂધ્ધ જીત મળી છે.
વોડાફોને ૨૦૧૬માં ભારત સરકારની વિરૂધ્ધ સિંગાપુરની અટરનેશનલ આર્બિટ્રેશન સેંટર એટલે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રની પાસે અરજી દાખલ કરી હતી આ વિવાદ લાઇસેંસ ફી અને એયરવેવ્સના ઉપયોગ પર રેટ્રોએકિટવ ટેકસ કલેમને લઇ શરૂ થયો હતો.આમ તેની જીત થઇ છે.HS