૨૦૦૧ના ભૂકંપ બાદ ધો-૧૦માં સૌથી વધારે ગ્રેસિંગ માર્ક અપાયા
૨૦૦૧ના ભૂકંપ વેળા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કુલ ૨૪ જેટલા ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા હતા-જ્યારે આ વર્ષે ૨૧ જેટલા ગ્રેસિંગ માર્ક આપ્યા છે.
ગાંધીનગર, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૦૧ના ભૂકંપ બાદ અત્યાર સૌથી સારા ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. આ વર્ષે ધોરણ-૧૦માં ૨૧ માર્ક સુધીનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. જેનો ૮૫૦૦૦ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેનેફિશિયલ પોલિસીના કારણે આ વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કરી શકશે. ૨૦૦૧ના ભૂકંપ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કુલ ૨૪ જેટલા ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા હતાં.
ભૂકંપમાં રાજ્યભરમાં ૧૪૦૦૦ થી વધુ લોકોના જીવ ગુમાવતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે આ વર્ષે ૨૧ જેટલા ગ્રેસિંગ માર્ક આપ્યા છે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, અમુક કિસ્સાઓમાં તો વિદ્યાર્થીઓને ૩-૩ વિષયમાં પાસિંગ માર્ક સુધી પહોંચાડવા માટે ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ગ્રેસિંગ માર્ક ગણિત અને વિજ્ઞાનમાં આપવામાં આવ્યા છે.
છતાંય આ વિષયોમાં ૩.૫ લાખ વિદ્યાર્થીઓ ફેલ થયા છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા માટે ૮૦૪૨૬૮ રેગ્યુલર વિદ્યાર્થીઓ સહિત ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી ૫.૦૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૪૮૦૮૪૫ વિદ્યાર્થીઓમાંથી ૬૦.૬૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષનું ધોરણ-૧૦નું પરિણામ છેલ્લા વર્ષમાં સૌથી ઓછું માનવામાં આવે છે. બોર્ડના અધિકારીઓનું માનીએ તો રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી ૫૦ જેટલા પણ પાસ થયા હોત તો બોર્ડ ગ્રેસિંગ માટે ૨૧ માર્ક આપવાનો નિર્ણય ન કર્યાે હોત.
અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રેસ માર્ક્સ આપવું જરૂરી હતું કારણ કે આ વર્ષે પરિણામ ખૂબ ઓછું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, જા ગ્રેસ માર્ક ન આપવામાં આવ્યા હોત તો વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર ભારે અસર કરી શકે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, નબળા પ્રદર્શન માટેનું કારણ, ગત વર્ષથી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે નેશનલ એકેડેમિક રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કાઉÂન્સલ (એનસીઆરટી)નો અભ્યાસક્રમ હતો. ૫૦ ટકા ઓએમઆર અન્ય પ્રશ્ની શૈલીઓ સાથે બદલાઈ ગયા હતા.