Western Times News

Gujarati News

૨૦૦૨ના નરોડા પાટીયા કાંડની સુનાવણી કરે તે પહેલાં જ જજની બદલી

અમદાવાદ, ૨૦૦૨ નરોડા ગામ હિંસા મામલાની સુનાવણી કરી રહેલી એક વિશેષ એસઆઇટીના જજનું ગુજરાત હાઇકોર્ટના એક આદેશથી વલસાડ જિલ્લાના મુખ્ય જજ તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. બહુચર્ચિત નરોડા ગામ રમખાણ મામલામાં પૂર્વ ભાજપ મંત્રી માયા કોડનાની એક આરોપી છે. ગુજરાત હાઇકોર્ટની તરફથી જારી એક સૂચના અનુસાર અમદાવાદની સિવિલ કોર્ટના મુખ્ય જજ એમ કે દવેની વલસાડ જિલ્લાના મુખ્ય જજ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે. જજ દવેના ટ્રાન્સફર બાદ એવી સંભાવના છે કે નવા જજને અંતિમ દલીલો ફરીથી સાંભળવી પડશે.

જસ્ટિસ દવેનું સ્થાન એસ કે બક્શી લેશે જેમનું અહીં ટ્રાન્સફર કરતા પહેલા ભાવનગર જિલ્લાના મુખ્ય જજ તરીકે કાર્ય કરી રહ્યા હતા. જજ દવે નરોડા ગામ રમખાણ મામલાઓમાં અંતિમ દલીલો સાંભળી રહ્યા હતા અને આ મામલામાં માયા કોડનાનીના વકીલે ગત સપ્તાહે પોતાની દલીલ શરૂ કરી હતી. અભિયોજનની સાથે જ ઘણા આરોપીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા બચાવ પક્ષની દલીલો પહેલા જ પૂર્ણ થઇ ચૂકી છે.

આ પહેલા મામલાની સુનાવણી કરનારા જજમાં સામેલ રહેલા પૂર્વ મુખ્ય જસ્ટિસ પી.બી. દેસાઇ ડિસેમ્બર ૨૦૧૭માં સેવાનિવૃત થઇ ગયા હતા. દવે એ ૧૮ મુખ્ય ન્યાયાધીશોમાંથી એક છે જેમનું ટ્રાન્સફર ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય જજે કર્યું છે.

ચીફ જસ્ટિસે ૧૭ ડિવિઝનના સેશન જજ પણ નિમણૂક કર્યા છે. નરોડા ગામ રમખાણ મામલો એ મુખ્ય ૯ રમખાણ મામલાઓમાંથી એક છે જેમની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠન કરવામાં આવેલી એસઆઇટીએ કરી હતી. ૨૦૦૨ના રમખાણો દરમિયાન અમદાવાદના નરોડા ગામ ક્ષેત્રમાં લઘુમતિ સમુદાયના ૧૧ સભ્યો માર્યા ગયા હતા. મામલામાં કુલ ૮૨ લોકો સુનાવણીનો સામનો કરી રહ્યા છે. માયા કોડનાની આ મામલાના આરોપીઓમાં સામેલ છે. તેઓે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યની મહિલા અને બાળ વિકાસ મંત્રી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.