Western Times News

Gujarati News

૨૦૦૨ના હુમલાનો બદલો લેવા મૌલાનાએ હત્યા કરાવી

અમદાવાદ, ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. વર્ષ ૨૦૦૨માં મૌલાના ઐયુબ ઉપર ગાંધીનગરમાં હુમલો થયો હતો અને તેનો બદલો લેવા તેણે આવું કર્યું હોવાની આશંકા છે. મહત્વ નું છે કે, મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવી છે અને જે પુસ્તક જઝબાતે શહાદત નામની છે.

પુસ્તક પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. વિમોચનમાં ઉસ્માની અને શબ્બીર પણ હાજર હતા. હવે ગુજરાત એટીએસ આ પુસ્તકને લઈને તપાસ કરી રહી છે કે પુસ્તકમાં શું લખ્યું છે, કોઈ વિવાદિત લખાણ છે કે કેમ. ધંધુકા કિશન હત્યા કેસ મામલે તપાસ તેજ થઇ છે. વધુ લોકોને તપાસ માટે એટીએસ લાવવામાં આવ્યા છે. ઘટનાનું પ્લાનિંગ ક્યાં થયુ હતુ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

અજીમ હથિયાર જ્યાંથી લાવ્યો તેને લઈ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટીએસની ટીમ મૌલાનાને જમાલપુર તપાસ માટે લઈ ગઈ હતી. જમાલપુરની મદરેસામાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન પણ મળી આવ્યા છે. કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબના ઘર નજીકના મદરેસામાંથી એક એર ગન અને ધાર્મિક પુસ્તક મળી આવ્યા છે.

આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને કિશન ભરવાડની હત્યા કરી. કિશન ભરવાડે ૨૦ દિવસ પહેલા સોસીયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી. જેને લઈને કિશન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં કિશનને જામીન મળી ગયા અને સમાધાન પણ થયું..

પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા શબ્બીરને સમાધાન માન્ય નહતું. આરોપીએ ૨૫ જાન્યુઆરીના રોજ મિત્ર ઈમ્તિયાઝ સાથે કિશન ભરવાડ નો પીછો કરીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી. બન્ને આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે, શબ્બીરની કટ્ટરવાદી વિચારધારા છે. એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા દિલ્હીના એક મૌલાના સંપર્કમાં આવ્યો હતો.શબ્બીર મૌલાના ને મળવા મુંબઈ પણ ગયો હતો.

ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું જણાવ્યું હતું . આ દિલ્હીના મૌલાના દ્વારા શબ્બીર જમાલપુરના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા ના સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા દિલ્હીના મૌલાના શાહઆલમ આવ્યા ત્યારે મૌલાના ઐયુબ અને શબ્બીર પણ હાજર રહ્યા હતા. મૌલાના ઐયુબ ઇસ્લામ વિરોધી નિવેદન કરતા લોકો વિરુદ્ધ કામ કરતો હોવાનું ખુલ્યુ છે. શબ્બીર પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે.

જેથી ઘટનાના પાંચ દિવસ પહેલા શબ્બીર જમાલપુરના મૌલાના ઐયુબને મળવા ગયો અને કિશનની હત્યા કરવાની વાત કરી. આ હત્યાના ષડ્યંત્ર માં મૌલાના પિસ્તોલ અને પાંચ કાર્ટુસ શબ્બીરને આપ્યા. હથિયાર લીધા બાદ શબ્બીર અને ઈમ્તિયાઝ સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી. આ મામલે અત્યાર સુધી માં ૨ મૌલવી સહિત કુલ ૫ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય લોકોના નામ પણ સામે આવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.