Western Times News

Gujarati News

૨૦૦૨ હુલ્લડના ૧૭ દોષીઓને સુપ્રીમ કોર્ટે આપ્યા શરતી જામીન

અમદાવાદ, ૨૦૦૨ સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સુપ્રીમ કોર્ટે ૧૭ દોષીઓને શરતી જામીન આપી દીધા છે. કોર્ટે દોષીઓને બે અલગ-અલગ બેચમાં રાખ્યા છે. એક બેચને ઈન્દોર અને બીજી બેચને જબલપુર મોકલી છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષીઓને કહ્યુ કે તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે.

સુપ્રીમ કોર્ટે ઈન્દોર અને જબલપુરમાં કાનૂની અધિકારીઓને કહ્યુ છે કે તેઓ જામીન દરમિયાન દોષીઓ દ્વારા આધ્યાત્મિક અને સામાજિક કાર્ય કરવાને સુનિશ્ચિત કરે. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને તેમની આજીવિકા માટે કામ કરવાનું પણ કહ્યુ છે.
અધિકારીઓને સુપ્રીમ કોર્ટે જામીન દરમિયાન દોષીઓના આચરણ પર પણ રિપોર્ટ આપવા માટેનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં પણ અલગ-અલગ સ્થળોએ હુલ્લડો થયા હતા જેમાં ૩૩ના મોત નીપજ્યા હતા. ગોધરા કાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન સરદાર પુરા ગામમાં પણ હિંસા આચરવામાં આવી હતી. જેમાં ૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે હાઈકોર્ટે ૧૪ આરોપીઓને છોડી મૂક્યા હતા, જ્યારે ૧૭ને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટના આદેશને આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેઓ લાંબા સમયથી જેલમાં છે. આથી ૧૭ લોકોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાનો હવાલો આપીને જામીન માટે અરજી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.