૨૦૦૩ પછીથી ન્યુઝીલેન્ડને ભારત હરાવી શક્યું જ નથી
નવી દિલ્લી: ક્રિકેટના રસિયાઓ હવે આતુરતાથી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ મેચની ફાઈનલની રાહ જાેઈ રહ્યાં છે. કોરોના કાળને કારણે આઈપીએલની બાકી રહેલી મેચ પણ સિઝનની વચ્ચેથી જ રોકી દેવામાં આવી છે. એ મેચનું દુબઈમાં ફરી પ્લાનિંગ થઈ રહ્યું છે. ત્યારે હાલ તો ન્યૂઝીલેન્ડ અને ભારતની ફાઈનલ મેચ પર સૌ કોઈ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.
ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ જાેકે આઈસીસી ઈવેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમ સાઉથમ્પટનમાં ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડ સામે થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જ્યારે રમવા માટે મેદાનમાં ઉતરશે. ત્યારે તેના દિમાગમાં આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે તેનો ખરાબ રેકોર્ડ જરૂર યાદ આવશે.
ભારતે આઈસીસી ટુર્નામેન્ટમાં છેલ્લે ન્યૂઝીલેન્ડને ૨૦૦૩ વર્લ્ડકપમાં સુપર સિક્સ રાઉન્ડમાં હરાવ્યું હતું. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમને સાત વિકેટે પરાજય આપ્યો હતો. તે મેચમાં ઝડપી બોલર ઝહીર ખાને ચાર અને હરભજન સિંહે બે વિકેટ લીધી હતી. ૨૦૦૩ની જીત પછી ભારત અત્યાર સુધી એકપણ આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી.
ન્યૂઝીલેન્ડે ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપની લીગ મેચમાં ભારતને ૧૦ રને હરાવ્યું હતું. તેના પછી ૨૦૧૬ ટી-૨૦ વર્લ્ડકપની સુપર-૧૦ મેચમાં પણ ભારતને ૪૭ રનથી હાર આપી હતી.
૨૦૧૯ વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને ૧૮ રને પરાજય આપ્યો હતો તેના બે વર્ષ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા ગઈ હતી. જે ડબલ્યુટીસીનો ભાગ હતો. તે સિરીઝમાં ભારતને પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ૧૯ વિકેટે અને પછી ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.