૨૦૦૮ના સીરિયલ બ્લાસ્ટના આતંકવાદી સલમાનની ધરપકડ
દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો
અમદાવાદ, વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી સલમાનની ધરપકડ કરી છે. જયપુરથી ટ્રાન્સફર વોરન્ટથી આતંકી સલમાનની ધરપકડ કરાઈ છે.
સલમાનની ૨૦૦૮ બ્લાસ્ટ કેસમાં મહત્વની ભૂમિકા હતી. હાલ તેને આતંકી સલમાનને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બ્લાસ્ટ મામલે પૂછપરછ શરૂ કરાઈ છે.
સલમાને બ્લાસ્ટ કેસમાં સમગ્ર ષડયંત્ર આયોજન કર્યું હતું. વર્ષ ૨૦૦૮નો બ્લાસ્ટ અમદાવાદ જ નહિ, પણ જયપુર બ્લાસ્ટ કેસનો પણ આરોપી છે.
આતંકી સલમાને બ્લાસ્ટ માટે સૌથી પહેલા દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો હતો. ત્યાર બાદ તે રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો. અમદાવાદ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં સલમાનની મહત્વની ભૂમિકા હતા.
બોમ્બ ક્યારે મૂકવો, કયા સમયે મૂકવો, કઈ જગ્યાએ મૂકવો, તથા બોમ્બ કેટલી તીવ્રતાથી ફૂટશે અને તેની કેટલી અસર થશે તેની તમામ માહિતી સલમાન પાસે હતી.
તે ઉત્તરપ્રદેશના આઝમગઢના સાંઝાપુરનો રહેવાસી છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોર્ટમાં તેના રિમાન્ડ મેળવશે તેના બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.