૨૦૧૯માં ભારતીય દંડ સંહિતા હેઠળ અપરાધોની સજા દરમાં સામાન્ય ઘટાડો
નવીદિલ્હી, ભારતમાં ૨૦૧૯ની સરખામણીમાં અપરાધમાં સજા દરમાં સામાન્ય સુધારો જાેવા મળી રહ્યો છે ભારતીય દંડ સંહિતા હેઠળ અપરાધ માટે દેશવ્યાપી ચાર્જશીટનો દર ૬૭.૨ ટકા રહી આ આંકડા વર્ષ ૨૦૧૯માં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટના આધાર પર જારી કરવામાં આવ્યા છે જાે કે વર્ષ ૨૦૧૮માં આ દર ૬૮.૧ ટકા હતો.
આ ઉપરાંત સજા દર ૨૦૧૮માં ૫૦ ટકાથી સુધરી ૫૦.૪ ટકા થયો ચાર્જશીટિગ દર એક સુચક છે જે બતાવે છે કે પોલીસ દ્વારા મામલાનો ઉકેલને દર્શાવે છે આ એક ગણતરીની પધ્ધતિ છે જેથી ખબર પડે છે કે પોલીસે કેટલા ટકા મામલા ઉકેલી લીધા છે.
જયારે સજા દર તે સુચક છે જે જાણકારી આપે છે કે કોર્ટ તરફથી મામલાના ઉકેલનો બતાવે છે આ સુચક બતાવે છે કે કોર્ટે આટલા મામલા માટે પોતાની ટ્રાયલ પુરી કરી લીધી છે. દુષ્કર્મના મામલામાં વર્ષ ૨૦૧૯માં ચાર્જશીટનો દર ૮૧.૫ ટકા હતો જો કે વર્ષ ૨૦૧૮માં ૮૫.૩ ટકા હતો.
જાે કે સજા દરમાં સામાન્ય વધારો જાેવા મળ્યો વર્ષ ૨૦૧૮માં ૨૭.૨ ટકાના મુકાબલે આ વર્ષ ૨૦૧૯માં ૨૭.૮ ટકા થઇ ગઇ છે.જાે રાજયોની વાત કરીએ તો મહિલાઓની વિરૂધ્ધ સૌથી વધુ ચાર્જશીટનો દર કેરલ રાજયમાં હતો કેરલમાં આ દર ૯૩.૨ ટકા હતો જયારે ત્યાં સજા દર ૧૩.૪ ટકા છે જે થોડો ઓછો છે.
જાે કે સજા દરમાં સામાન્ય સરસાઇ જાેવા મળી છે વર્ષ ૨૦૧૮માં ૨૭.૨ ટકાની સરખામણીમાં આ વર્ષ ૨૦૧૯માં ૨૭.૮ ટકા થઇ ગયો છે જાે રાજયોની વાત કરીએ તો મહિલાઓની વિરૂધ્ધ સૌથી વધુ ચાર્જશીટનો દર કેરલ રાજયમાં હતો કેરલમાં આ દર ૯૨.૩ ટકા હતો જયારે ત્યાં સજા દર ૧૩.૪ ટકા છે જે થોડો ઓછો છે.
મિઝોરમમાં મહિલાઓની વિરૂધ્ધ અપરાધ માટે સજા દર સૌથી સારો છે અહીં સજા દર ૮૮.૩ ટકા છે આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં આઇપીસી માટે સજા દર ૨૦૧૯માં ૫૯.૨ ટકા હતો જયારકે મહિલાઓની વિરૂધ્ધ અપરાધ માટે સજા દર ૫૫.૨ ટકા હતો આ તમામ મોટા રાજયોની સરખામણીમાં સારૂ પ્રદર્શન છે.
આ મામલાની દેશવ્યાપી ચાર્જશીટનો રેટ ગત વર્ષની સરખામણીમાં વધ્યો છે ૨૦૧૮માં આ દર ૯૨.૨ ટકા હતો જે ૨૦૧૯માં વધી ૯૩.૩ ટકા થઇ ગયો જયારે ૨૦૧૯માં સજા દર ૮૧.૮ ટકાથી ઘટી ૮૦.૩ ટકા રહી ગયો રાજયોની વાત કરીએ તો તમામ આઇપીસી અપરાધો માટે સજા દર કેરલમાં ૮૫.૧ ટકા છે જે સૌથી વધુ છે. તમિલનાડુમાં ૬૩.૨ ટકા છે વર્ષ ૨૦૧૯માં સૌથી ઓછી સજા દર વાળા રાજયોમાં બિહાર ૬.૧ ટકા પશ્ચિમ બગાળ ૧૩.૪ ટકા છે જયારે પશ્ચિમ બંગાળનો આ આંકડો વર્ષ ૨૦૧૮નો છે કારણ કે ૨૦૧૯ માટે રાજયને એનસીઆરબીને પોતાના ડેટા જમા કરાવ્યા નથી.HS