૨૦૧૯-૨૦નું રિટર્ન ભરવાની મુદત ૩૦મી સપ્ટેમ્બર સુધી મુદ્દતને લંબાવી દેવાઈ
કોરોના ને પરિણામે કેટલાક ટેક્સ એડવાઈઝરની ઓફિસ કાર્યરત ન થઇ હોવાથી સીબીડીટી સમક્ષ રજૂઆત કરાઈ
અમદાવાદ, કોરોનાની મહામારી ને કારણે આકારણી વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ નું રિટર્ન ભરવાની મુદ્દત ૩૧મી જુલાઈ થી વધારીને ૩૦ મી સપ્ટેમ્બર કરવામાં આવી્ જેને કારણે રિટર્ન ભરવાનું ચૂકી ગયેલા ઘણા કરદાતાઓને રાહત થઇ છે. કરદાતાઓ તથા ટેક્સ એડવાઈઝર દ્વારા આ મુદ્દે સીબીડીટી સમક્ષ રજુઆત કરાતા સીબીડીટી દ્વારા ર્નિણય લેવાયો છે.
સીબીડીટી દ્વારા એ બાયલા મહત્વના ર્નિણય અંગે માહિતી આપતા એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે દેશમાંકોરોનાની મહામારી ચાલુ રહેતા કરદાતાઓને આકારણી વર્ષ ૨૦૧૯- ૨૦ નું રિટર્ન ભરવાની જે મુદત ૩૧ મી માર્ચ ૨૦૨૦ હતી તે વધારીને ૩૧મી જુલાઈ ૨૦૨૦ કરવામાં આવી હતી પરંતુ કોરોના નું સંક્રમણ સતત વધતા રહેતા આ મુદત ફરી એક વખત વધારીને ૩૦ મી સપ્ટેમ્બર કરવામાં આવી છે .
કોરોના સંક્રમણ સતત વધતા કરવેરા સલાહકારો તેમજ સીએની ઓફિસમાં બરોબર ચાલતી નથી તેમ જ કેટલાક ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસ કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી તે ઓફિસમાં પૂરતો સ્ટાફ હાજર રહી શકતો નથી આમ સમગ્ર દેશમાં કરવેરા સલાહકારો દ્વારા રજુઆત કરાતા સીબીડીટી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.
જેમાં જે કરદાતાના આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ નું રિટર્ન બાકી છે તે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ભરી શકશે આ ઉપરાંત આકારણી વર્ષ ૨૦૧૯ -૨૦ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે કરદાતા સેલ્ફ એસેસમેન્ટ એક લાખ રૂપિયા સુધી થાય તો તેણે રિટર્નનુ વ્યાજજે કલમ ૨૩૪ છ મુજબ ભરવાનું હોય તેમાંથી માફી આપવામાં આવે છે પરંતુ જો આવા ટેક્ષની રકમ એક લાખથી વધી જશે તો સંપૂર્ણ વ્યાજ ની રકમ સાથે ટેક્સ ભરવાનો રહેશે સીબીડીટી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી કરદાતાઓને ચોક્કસ ફાયદો થશે કેમકે ઘણા કરદાતાઓ હજુ સુધી રિટર્ન ભરી શક્યા નથી તે આ જાહેરાત નો લાભ લઈ શકશે.