Western Times News

Gujarati News

૨૦૨૦માં ઉત્તરરાખંડની તમામ બેઠકો પર આપ ચુંટણી લડશે

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

નવીદિલ્હી, આમ આદમી પાર્ટી હવે દિલ્હી બાદ અન્ય રાજયોમાં પણ પોતાની પકકડ મજબુત કરવામાં લાગી છે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે ગુરૂવારે આ જાહેરાત કરી છે કે ઉત્તરાખંડમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં જો વિધાનસભા ચુંટણી થશે તેમાં આમ આદમી પાર્ટી તેમાં તમામ બેઠકો પર ચુંટણી લડશે. કેજરીવાલે કહ્યું કે અમે ઉત્તરાખંડમાં સર્વે કરાવ્યું હતું તેમાં ૬૨ ટકા લોકોએ કહ્યું કે અમારે ઉત્તરાખંડમાં પણ ચુંટણી લડવી જાેઇએ ત્યારે અમે આ નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં પણ ચુંટણી લડીશું કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જેમ ઉત્તરાખંડમાં રોજગાર શિક્ષણ અને આરોગ્ય મુખ્ય મુદ્દો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંન્ને પાર્ટીઓથી હવે લોકોની આશા ખત્મ થઇ ચુકી છે આપથી જ લોકોની આશા છે અને ચુંટણી આશા પર જ લડવામાં આવે છે.  એ યાદ રહે કે દિલ્હી વિધાનસભા ચુંટણી ૨૦૨૦માં એકવાર ફરીથી પ્રચંડ જીત હાંસલ કરનાર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં શિક્ષણ તબીબ અને મફત વિજળી જેવી યોજનાઓના સહારે ભાજપ અને કોંગ્રેસને ત્રીજીવાર પરાજય આપ્યો હતો. એ યાદ રહે કે દિલ્હી વિધાનસભા ચુંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો પર બંપર જીત હાંસલ કરી હતી જયારે ભાજપના ખાતામાં ફકત ૮ બેઠકો આવી હતી આમ આદમી પાર્ટી પહેલા દિલ્હીમાં ૧૫ વર્ષ સુધી ષશાસન કરનાર કોંગ્રેસ એકવાર ફરી પોતાનું ખાતુ પણ ખોલાવી શકી ન હતી કોંગ્રેસના ૬૩ ઉમેદવારોની જામીન પણ જપ્ત થઇ ગઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.