૨૦૨૦માં ચાર ચંદ્રગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ દેશવાસીઓને જોવા મળશે
નવીદિલ્હી, નવા વર્ષ ૨૦૨૦માં દેશવાસીઓને ચંદ્રગ્રહણ જોવા મળશે.ડિસેમ્બરમાં પડેલ સૂર્યગ્રહણને તો કેટલાક શહેરોમાં ધુમ્મસને કારણે જોઇ શકાયુ ન હતું પરંતુ હવે નિરાશ થવું પડશે નહીં. આ વર્ષ પણ બે સૂર્યગ્રહણ જોવા મળશે આ અખોલીય નજારાનો સાક્ષી બની શકાશે. આ વર્ષે લગ્નોમાં પણ સારા મૂર્હુત છે. તેમના માટે જુન સુધી અનેક સારા મુહૂર્ત છે. જયોતિષવિદોના જણાવ્યા અનુસાર ૨૦૨૦ના પહેલા મહીનામાં જ ચંદ્રગ્રહણ જાવા ળશે વર્ષમાં છે ગ્રહણ જોવા મળશે જેમાં બે સૂર્યગ્રહણ છે અને ચાર ચંદ્ર ગ્રહણ.જેમાં પહેલુ ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુઆરીએ લાગશે જે સમગ્ર દેશમાં જાઇ શકાશે,બીજુ ચંદ્રગ્રહણ ૫ જુને જોવા મળશે આ ચંદ્રગ્રહણની દ્શ્યતા દેશભરમાં રહેશે જયારે ત્રીજુ ચંદ્રગ્રહણ ૫ જુલાઇ ૨૦૨૦ના રોજ પડશે અને ચોથુ ૩૦ નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ જાવા મળશે આ ગ્રહણ દેશભરમાં જોવા મળશે.
જયોતિષીઓના જણાવ્યા અનુસાર પહેલુ સૂર્યગ્રહણ ૨૧ જુનના રોજ પડશે જે દેશભરમાં જોઇ શકાશે અને બીજુ સૂર્યગ્રહણ ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જોવા મળશે જો કે લગ્ન કરનારાઓ માટે પણ આ વર્ષ સારૂ રહેશે. જાન્યુઆરીમાં સારા મૂર્હૂતો માટે ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦ અને ૨૬ ૨૯, ૩૦, ૩૧ તારીખો સારી છે. જયારે ફેબ્રીઆરીમાં ૧, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૨૫, ૨૬, ૨૭ અને ૨૮ તારીખો સારી રહેશે જયારે માર્ચમાં ૧૦, ૧૧, એપ્રિલમાં ૧૬, ૧૭, ૨૫,૨૬ ,મેમાં ૧, ૨, ૪, ૫, ૬, ૧૫, ૧૭, ૧૮, ૧૯, ૨૩ છે.જુનમાં ૧૧,૧૫,૧૭,૨૭,૨૯ અને ૩૦, નવેમ્બરમાં ૨૭, ૨૯, ૩૦ છે જયારે ડિસેમ્બર મહીનામાં સારા મૂર્હૂત જાઇએ તો ૧, ૭ ,૯, ૧૦ અને ૧૧ તારીખો છે.