૨૦૨૦માં દેશમાં કુલ ૧ લાખ ૧૬ હજારથી પણ વધુ અકસ્માત

Files Photo
નવીદિલ્હી, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇવે પર કુલ ૧,૩૭,૧૯૧ અકસ્માત થયા હતાં જેમાં ૫૩,૮૭૨ લોકોનાં મોત થયા હતાં.
પ્રધાને વધુમાં જણાવ્યું છે કે વાહનચાલોકની સુરક્ષા વધારવા અને સિક્યુરિટીના હેતુ માટે સર્વેલન્સ નેટવર્કમાં સુધારો કરવા માટે ઇન્સિડન્સ ડિટેકશન સ્માર્ટ કેમેરા, ઇમરજન્સી ટેલિફોન બોક્સ, સીસીટીવી કેમેરા દાખલ કરવા માટે કન્સેશન એગ્રીમેન્ટ રિવાઇઝ કરવામાં આવ્યું છે.
હાઇવે પર અકસ્માતના કિસ્સામાં વાહનચાલકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટર્કચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ નેશનલ હાઇવે પર હોસ્પિટલ અને હેલિપેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ હાઇવે પરની ખાનગી સંપત્તિઓની સમીક્ષા માટે કુલ ૧૬૪૦ મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં દિલ્હી મેરઠ એક્સપ્રેસવે પર ફી કલેક્ટ કરવાનું યુઝર ફી નોટિફીકેશન જારી કરવામાં આવશે.HS