૨૦૨૦: ડોલર સામે રૂપિયો ત્રણ ટકા સુધી ઘટવાના સંકેત
મુંબઈ, શેરબજારમાં વર્ષના અંતમાં ઉદાસીનતા જાવા મળી રહી છે ત્યારે વર્ષ ૨૦૨૦માં રૂપિયો ત્રણ ટકા સુધી ઘટે તેમ માનવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું ચે કે, રૂપિયો નવી નીચી રેકોર્ડ સપાટીએ પહોંચી શકે છે. વૈશ્વિક રોકાણકારો ભારતીય સિક્યુરિટીની ખરીદીને લઇને ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે. બજાર સાથે જાડાયેલા શ્રેણીબદ્ધ નિષ્ણાતોને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. રૂપિયો ૨૦૨૦માં ત્રણ ટકા સુધી ઘટી શકે છે. સ્થાનિક ફિસ્કલ મુદ્દાઓ વિદેશી પ્રવાહ ઉપર અસર કરી શકે છે જેના પરિણામ સ્વરુપે ડોલર સામે રૂપિયો ત્રણ ટકા સુધી ઘટી શકે છે જ્યારે બેંચમાર્ક ઇલ્ડ ૨૫ બેઝિક પોઇન્ટ સુધરી શકે છે.
વર્ષ ૨૦૨૦માં ડોલર સામે રૂપિયો ૭૪ અથવા તો તેનાથી ઉપરની સપાટી ઉપર પહોંચી શકે છે. મોટાભાગના નિષ્ણાતો દ્વારા આ મુજબની પ્રતિક્રિયા આપવામાં આવી છે. શુક્રવારના દિવસે ડોલર સામે રૂપિયો ૭૧.૩૫ની સપાટીએ રહ્યો હતો. કંપનીઓ દ્વારા એમ માનવામાં આવી રહ્યું છે કે, વિવિધ પરિબળો વચ્ચે ડોલર સામે રૂપિયો હજુ ઘટી શકે છે. કેટલાક નિષ્ણાતો તો અહીં સુધી કહી રહ્યા છે કે, ડોલર સામે રૂપિયો ૭૬થી ૭૮ની રેંજમાં પહોંચી શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, બેંચમાર્ક યિલ્ડ ૬.૭૫ ટકા સુધી પહોંચી શકે છે. કારોબારીઓ એમ પણ માની રહ્યા છે કે, આગામી નાણાંકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવામાં તંત્રને સફળતા મળશે નહીં.
ભાગ લેનાર મોટાભાગના નિષ્ણાતો અને કંપનીઓએ એવી પ્રતિક્રિયા આપી છે કે, મોટાભાગે ડોલર સામે રૂપિયો ૨૦૨૦માં ૭૪-૭૪.૫ સુધી રહી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા દ્વારા આ નાણાંકીય વર્ષમાં વ્યાજદરમાં ૧૩૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લી સમીક્ષામાં વ્યાજદરને યથાવત રાખવામાં આવ્યા હતા.