૨૦૨૦ ફોર્ડ એન્ડીવરનું BS-VIમાં આગમનઃ કિંમત ૨૯.૫૫ લાખથી શરૂ
ફોર્ડ ઈન્ડિયા દ્વારા આજે નવું ૨.૦ લિટર ઈકોબ્લુ એન્જિન અને દુનિયામાં સૌપ્રથમ ૧૦ સ્પીડ- ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ૨૦૨૦ એન્ડીવર રજૂ કરવામાં આવી હતી, જેની આરંભિક કિંમત રૂ. ૨૯.૫૫ લાખથી શરૂ થશે. બેજોડ ઓફફ- રોડિંગ ક્ષમતાઓ, આશ્ચર્યજનક રીતે એફોર્ડેબલ સર્વિસ ખર્ચ અને ઈંધણ કાર્યક્ષમતામાં ૧૪ ટકા સુધી સુધારણાનું ઉત્તમ સંમિશ્રણ પ્રદાન કરતાં ૨૦૨૦ ફોર્ડ એન્ડીવર ભારતમાં પ્રીમિયમ એસયુવી માટે નવું સીમાચિહન સ્થાપિત કરશે.
૨૦૨૦ એન્ડીવરની આરંભિક કિંમત ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી જ લાગુ રહેશે, જે પછી એક્સ- શોરૂમ કિંમતોમાં રૂ. ૭૦,૦૦૦થી વધુ વધારો થશે. ૩૦ એપ્રિલ સુધી કાર બુક કરનારા બધા ગ્રાહકોને આકર્ષક આરંભિક કિંમતનો લાભ થશે. એન્ડીવર ભારતમાં સૌથી વહાલી એસયુવીમાંથી એક છે અને ઉદ્યોગની મંદીને મારવા અને વોલ્યુમ તેમ જ ઉત્તમ બજાર હિસ્સાની ૨૦૧૯માં વૃદ્ધિની દષ્ટિથી તેના સેગમેન્ટમાં આ પ્રકારનું એકમાત્ર વાહન છે, એમ ફોર્ડ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુરાગ મેહરોત્રાએ જણાવ્યું હતું.
૨૦૨૦ એન્ડીવર સાથે અમે અભૂતપૂર્વ ક્ષમતાઓ અને કક્ષામાં ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા સાથે બંને વિશ્વનું શ્રેષ્ઠતમ જોડતી પ્રોડક્ટ આપી રહ્યા છીએ અને તેથી એસયુવીના ગ્રાહકો અપેક્ષા રાખે તેનાથી વધુ પ્રદાન કરી રહ્યા છીએ. બહેતર મૂલ્ય પરિમાણ સાથે અમને વિશ્વાસ છે કે એન્ડીવર સેંકડો નવા ગ્રાહકો માટે પસંદગીની એસયુવી બનશે.
૨૦૨૦ ફોર્ડ એન્ડીવરના બધા પ્રકાર ફેક્ટરી- ફિટેડ, ક્લાઉડ- કનેક્ટેડ ડિવાઈસ સાથે આવે છે, જે વાહનમાલિકોને ફોર્ડપાસ્સ્ સ્માર્ટફોન એપ્લિકેશન થકી અસલ સમયમાં સંદેશ આપે છે. *૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધી કરાયેલા બુકિંગ્સ પર ૨૦૨૦ એન્ડીવરની આરંભિક કિંમતો લાગુ થશે. ફોર્ડ ૧લી મે, ૨૦૨૦થી ૨૦૨૦ એન્ડીવર રેન્જની કિંમતો રૂ. ૭૦,૦૦૦ સુધી વધારશે.