૨૦૨૦-૨૧ના વર્ષમાં જીડીપીમાં ૧૦.૯ ટકા ઘટાડાની દહેશત
કોરોના કાળમાં વાસ્તવિક જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૧૨ થી ૧૫ ટકાનો ઘટાડો કરશે
નવી દિલ્હી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નાં રિસર્ચ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં ૧૦.૯ ટકાનો ઘટાડો થશે. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-જૂન મહિનાના પ્રથમ ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં રેકોર્ડ ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. પાછલા નાણાકીય વર્ષનાં સમાન ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૫.૨ ટકા હતો. અગાઉ, એસબીઆઈ-ઇકો રૈપમાં વાસ્તવિક જીડીપી ૬.૮ ટકા ઘટવાનું અનુમાન હતું. ગયા વર્ષના જાન્યુઆરી-માર્ચના ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૩.૧ ટકા રહ્યો હતો.
એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, “અમારું પ્રારંભિક અનુમાન એ છે કે ચાલુ નાણાકીય વર્ષના તમામ ચાર ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી ઘટશે. આખા નાણાકીય વર્ષ માટે જીડીપીમાં ૧૦.૯ ટકાનો ઘટાડો થશે. ”અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવિક જીડીપી વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૧૨ થી ૧૫ ટકાનો ઘટાડો કરશે. તે ત્રીજા ક્વાર્ટરમાં -૫ થી -૧૦ ટકાની વચ્ચે રહેશે. એ જ રીતે, વાસ્તવિક જીડીપી ચોથા ક્વાર્ટરમાં બેથી પાંચ ટકા સુધી ઘટશે.
કોરોનાના ફેલાવાને રોકવા માટે ૨૫ માર્ચ, ૨૦૨૦ થી દેશમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેના પગલે જીડીપીમાં ઘટાડો થયો હતો. જો કે, આ ઘટાડો બજાર અને તેના અંદાજ કરતા વધુ છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (પીએફસીઇ)ની વૃદ્ધિ અપેક્ષા મુજબ ઘટી છે. કોવિડ -૧૯ ને કારણે, મોટાભાગની જીવન જરૂરીયાચતની ચીજવસ્તુઓનો વપરાશ ઘટી ગયો છે. એસબીઆઇ ઇકોરૈપના જણાવ્યા મુજબ, ક્ષમતાના ઉપયોગના અભાવને કારણે રોકાણની માંગમાં સુધારો થતો નથી.SSS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf