Western Times News

Gujarati News

૨૦૨૦-૨૧માં બેરોજગારીનો દર ઘટીને ૪.૨ ટકા પર આવી ગયો છે

નવીદિલ્હી, કોરોના સમયગાળા દરમિયાન બેરોજગારી દરમાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, ૨૦૨૦-૨૧માં બેરોજગારીનો દર ઘટીને ૪.૨ ટકા પર આવી ગયો છે.

કોરોનાના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનની ભારતના જાેબ માર્કેટ પર બહુ અસર થઈ નથી. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯-૨૦માં આ સમયગાળા દરમિયાન ભારતનો બેરોજગારી દર ઘટીને ૪.૮ ટકા થયો હતો જે આ વર્ષે ઘટીને ૪.૨ ટકા પર આવી ગયો છે.

આ અંગેની માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા પરથી પ્રાપ્ત થઈ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસએ જણાવ્યું છે કે એક નિશ્ચિત સમયગાળા દરમિયાન યોજાનાર લેવરફોર્સ સર્વે અનુસાર, ૨૦૧૮-૧૯માં બેરોજગારીનો દર ૫.૮ ટકા અને ૨૦૧૭-૧૮માં ૬.૧ ટકા હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪ વર્ષથી બેરોજગારી દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પીએલએફએસનો વાર્ષિક અહેવાલ (જુલાઈ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૧) જણાવે છે કે બેરોજગારી દર (યુઆર) ૨૦૨૦-૨૧માં ૪.૨ ટકા હતો, જે ૨૦૧૯-૨૦માં ૪.૮ ટકા હતો.

નોંધનીય છે કે કુલ કર્મચારીઓમાં બેરોજગાર વ્યક્તિઓની ટકાવારીને બેરોજગારી દર (યુઆર) કહેવામાં આવે છે. ડેટા દર્શાવે છે કે છેલ્લા ચાર વર્ષ ૨૦૨૦-૨૧ (જુલાઈથી જૂન) દરમિયાન બેરોજગારીનો દર ઘટ્યો છે. જાેકે તેની ગતિ ધીમી રહી છે.

પુરૂષો માટે ૨૦૨૦-૨૧ દરમિયાન યુઆર દર ઘટીને ૪.૫ ટકા પર આવી ગયો, જે ૨૦૧૯-૨૦માં ૫.૧ ટકા, ૨૦૧૮-૧૯માં ૬ ટકા અને ૨૦૧૭-૧૮માં ૬.૨ ટકા હતો. જયારે સ્ત્રીઓ માટે યુઆર દરમાં પણ સમાન વલણ જાેવા મળ્યું છે. ૨૦૨૦-૨૧ દરમિયાન મહિલાઓ માટે યુઆર રેટ ઘટીને ૩.૫ ટકા થયો છે. ૨૦૧૯-૨૯માં તે ૪.૨ ટકા, ૨૦૧૮-૧૯માં ૫.૨ ટકા અને ૨૦૧૭-૧૮માં ૫.૭ ટકા હતો.

વર્કર પોપ્યુલેશન રેશિયામાં પણ સુધારો થયો છે. તે વસ્તીમાં કામ કરતા લોકોની ટકાવારી દર્શાવે છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૦-૨૧માં વધીને ૩૯.૮ ટકા થયો, જે ૨૦૧૯-૨૦માં ૩૮.૨ ટકા, ૨૦૧૮-૧૯માં ૩૫.૩ ટકા અને ૨૦૧૭-૧૮માં ૩૪.૭ ટકા હતો.

આ ઉપરાંત, ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે જુલાઈ, ૨૦૨૦ થી જૂન, ૨૦૨૧ સુધીના વાર્ષિક અહેવાલમાં પ્રથમ તબક્કાના કુલ ૧૨,૫૬૨ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ૬,૯૩૦ ગામો અને ૫,૬૩૨ શહેરી બ્લોકનો સમાવેશ થાય છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.