૨૦૨૦-૨૧માં વિકાસ દર શૂન્યથી ૧૦.૯ ટકાથી નીચે રહેશે

મુંબઇ, રોના મહામારી અને લોકડાઉનના આંચકાથી ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનુ બહાર લાવવું મુશ્કેલ છે એસબીઆઇએ જારી કરેલ રિપોર્ટમાં જણાવ્યું છે કે પહેલા ત્રિમાસીક વિકાસ દરમાં આવેલ રેકોર્ડ ઘટાડો આગળ પણ જારી રહેશે અને ૨૦૨૦-૨૧માં જીડીપીનો વાસ્તવિક વૃધ્ધિ દર શૂન્યથી ૧૦.૯ ટકા નીચે રહેવાનું અનુમાન છે.
સરકારે સોમવારે જીડીપી આંકડા જારી કરી બતાવ્યું હતું કે પહેલી ત્રિમાસીક (એપ્રિલ જુન)માં વિકાસ દર શૂન્યથી ૨૩.૯ ટકા નીચે રહી છે આ પહેલા ઇકોરૈપ રિપોર્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસ દર (-) ૬.૮ ટકા ધટવાનું અનુમાન હતું. એસબીઆઇ રિસર્ચે કહ્યું કે અમારૂ શરૂઆતી અનુમાન છે કે જીડીપી વૃધ્ધિ દર તમામ ત્રિમાસીકમાં નકારાત્મક રહેશે બીજી ત્રિમાસીકમાં પણ વિકાસ દર શૂન્યથી ૧૨-૧૫ ટકા નીચે રહી શકે છે જયારે ત્રીજી માસિકમાં (-)થી ૫થી ૧૦ ટકા અને ચોથા તિમાસીકમાં(-)૨થી ૫ ટકા રહેવાનું અનુમાન છે આ રતી જાેવામાં આવે તો સમગ્ર નાણાંકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃધ્ધિ દર (-) ૧૦.૯ ટકા રહી શકે છે.
એસબીઆઇ રિસર્ચે કહ્યું કે પહેલી ત્રિમાસીકમાં રેકોર્ડ ઘટાડાનું સૌથી મોટું કારણ ખાનગી ખર્ચમાં કમી છે.તેના કારણે રોકાણની માંગ પણ વધી નથી સામાન્ય રીતે જીડીપીમાં ખાનગી ખર્ચ અને ખર્ચની ભાગીદારી ૭૫ ટકા રહે છે પરંતુ વર્તમાન સંકટના કારણે ૨૦૨૦-૨૧માં તેમાં ૧૪ ટકા ઘટાડો આવવાનું અનુમાન છે આ પહેલા ૨૦૧૦-૧૧થી ૨૦૧૯-૨૦ સુધી નવ નાણાંકીય વર્ષોમાં ખાનગી ખર્ચ અને ખર્ચ સરેરાશ ૧૨ ટકાના દરથી વૃધ્ધિ કરી રહ્યો છે.આથી સ્પષ્ટ રીતે સંકેત મળે છે કે આ વર્ષ ખાનગી ખર્ચ અને ખર્ચમાં ૨૬ ટકાની કમી આવશે કારણ કે આરબીઆઇના દેવા વૃધ્ધિના આંકડા થોડા રાહતના સંકેત આપે છે. તે અનુસાર જુલાઇમાં ઉદ્યોગ છોડી તમામ મોટો ક્ષેત્રોમાં દેવા વૃધ્ધિ દર વધ્યો છે નાના મધ્યમ ઉદ્યોગ કૃષિ અને પર્સનલ લોનની માંગમાં પણ વધારો થયો છે રિપોર્ટમાં નિર્માણ વ્યાપાર હોટલ અને વિમાનન ઉદ્યોગમાં મોટો સુધારનું સુચન આપવામાં આવ્યું છે.HS