Western Times News

Gujarati News

૨૦૨૧માં દુષ્કાળ-રોગચાળો દુનિયામાં તબાહી મચાવી દેશે

માઇકલ ધ નાસ્ત્રેદમસે ૪૬૫ વર્ષ પહેલાં કરેલી ૬૩૩૮ જેટલી ભવિષ્યવાણીઓમાંની ૭૦ ટકા સાચી પડી છે

પેરિસ, ફ્રાન્સમાં જન્મેલા માઇકલ ધ નાસ્ત્રેદમસની ૪૬૫ વર્ષ જુની ભવિષ્યવાણીએ લોકોને આજ સુધી આશ્ચર્યચકિત કર્યા છે. ‘લેસ પ્રોફેટીસ’ નામના પુસ્તકમાં નાસ્ત્રેદમસ સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૫૫૫ માં આવી હતી. આ પુસ્તકમાં કુલ ૬૩૩૮ આગાહીઓ છે, જેમાંથી ૭૦ ટકા સાચી સાબિત થઈ છે. તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેને ‘ક્વાટ્રેન’ કહેવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦ માં ફેલાયેલો કોરોના વાયરસ રોગચાળા અંગે નાસ્ત્રેદમસની આગાહી સાથે પણ જાેડાયેલો છે. આ સિવાય ઘણી ઐતિહાસિક ઘટનાઓ પણ તેની સાચી આગાહીઓનો પુરાવો બની છે. ચાલો આપણે જાણીએ કે ૨૦૨૧ નાસ્ત્રેદમસે કેવી આગાહી કરી છે.

મિશેલ ડી નાસ્ત્રેદમસેની આગાહી મુજબ, રશિયન વૈજ્ઞાનિક જૈવિક હથિયાર (બાયોલોજીકલ વેપન) અને વાયરસ વિકસાવશે, જે માનવને જાેમ્બી આ રીતે માનવ પ્રજાતિઓનો સર્વનાશ થશે.

નાસ્ત્રેદમસે જણાવ્યું હતું કે દુષ્કાળ, ધરતીકંપ, વિવિધ રોગો અને રોગચાળા એ વિશ્વના અંતના પ્રથમ સંકેતો હશે. જેમ કે આ સમયગાળામાં પણ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૦ માં કોરોના વાયરસનો રોગચાળો તેની શરૂઆત તરીકે ગણી શકાય, જેણે આખા વિશ્વને હચમચાવી નાખ્યું. આ દુકાળ હશે, જેનો વિશ્વએ પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. વિશ્વની વસ્તીનો મોટો ભાગ આ વિનાશમાંથી બહાર આવી શકશે નહીં.

૨૦૨૧ એ વિશ્વભરની મોટી ઘટનાઓની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ વર્ષ રહેશે. આ દરમિયાન, સૂર્યના વિનાશથી પૃથ્વીનું નુકસાન થશે. નાસ્ત્રેદમસે પણ દરિયાઇ સપાટી વધતા અને ચેતવણીમાં પૃથ્વીનો સમાવેશ કરવાની વાત કરી હતી. હવામાન પલટાના આ નુકસાનથી યુદ્ધ અને મુકાબલોની સ્થિતિ ઊભી થશે. સંશાધનો માટે વિશ્વમાં ઝઘડા શરૂ થશે અને લોકો પલાયન કરશે.

નાસ્ત્રેદમસે પણ ‘ક્વાટ્રેન’માં પૃથ્વી પરથી ધૂમકેતુ ત્રાટકવાની પણ વાત કરી છે, જે ભૂકંપ અને ઘણી કુદરતી આફતોનું કારણ બનશે. આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે. આકાશમાં આ દૃશ્ય ‘ગ્રેટ ફાયર’ જેવું હશે. નાસ્ત્રેદમસેની આગાહી પ્રમાણે પ્રલયકારી ભૂકંપ ‘ન્યુ વર્લ્‌ડ’નો નાશ કરશે. કેલિફોર્નિયાને તેનું લોજિકલ સ્થળ કહી શકાય, જ્યાં તે થઈ શકે. કુદરતી આપત્તિઓ અને દુર્ઘટનાઓ વિશે નાસ્ત્રેદમસેની આગાહીઓ અગાઉ પણ સાચી પડી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.