૨૦૨૧-૨૨નાં પહેલા ૯ માસમાં ૧.૭૮ કરોડ લોકો રેલવેમાં ટિકિટ વગર પકડાયા
નવી દિલ્હી, ભારતમાં ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે અને તેમાં ટિકિટ વગર જ ચઢી જનારાઓનો તોટો નથી.ભારતીય રેલવેએ કહ્યુ છે કે, ૨૦૨૧-૨૨ના પહેલા નવ મહિનામાં ૧.૭૮ કરોડ લોકો વગર ટિકિટે મુસાફરી કરતા પકડાયા છે.એક આરટીઆઈમાં સામે આવેલી વિગતો પ્રમાણે ૨૦૧૯-૨૦ના મુકાબલે ટિકિટ વગર મુસાફરી કરનારા લોકોમાં ૭૯ ટકાનો વધારો દેખાયો છે.
મધ્યપ્રદેશના સોશિયલ વર્કર ચંદ્રશેખર ગૌરે આરટીઆઈ કરી હતી.જેના જવાબમાં રેલવે દ્વારા આંકડા જાહેર કરાયા છે. ટિકિટ વગર મુસાફરી કરનારા લોકો પાસેથી ૧૦૧૭ કરોડ રુપિયાનો દંડ વણ વસુલ કરવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, ૨૦૧૯-૨૦માં કોરોનાનો કહેર નહોતો અને તે વર્ષમાં ૧.૧૦ કરોડ લોકો ટિકિટ વગર મુસાફરી કરતા પકડાયા હતા.તેમની પાસેથી ૫૬૧ કરોડની વસુલાત કરવામાં આવી હતી.૨૦૨૦-૨૧માં ૨૭ લાખ લોકો ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરતા પકડાયા હતા તેની પાસેથી ૧૪૩ કરોડ વસુલાયા હતા.SSS