૨૦૨૧-૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે
નવીદિલ્હી, ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે, જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે છે.જાે કે, ૨૦૨૧ ની શરૂઆતમાં રોગચાળાની બીજી લહેર બાદ કરવામાં આવેલ અગાઉના અંદાજ કરતાં આ ઓછું છે.
વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી (દક્ષિણ એશિયા) હંસ ટિમરે જણાવ્યું હતું કે, ”ગયા વર્ષે અર્થતંત્રમાં તીવ્ર ઘટાડાને જાેતા આ બહુ વધારે લાગતું નથી, પરંતુ મને લાગે છે કે જીવલેણ બીજી લહેર અને તેની ગંભીરતાને જાેતા તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે.કોવિડ પછી આ સકારાત્મક સમાચાર છે. અમે હજુ પણ ભારતીય અર્થતંત્ર માટે સંભવિત પરિણામો વિશે હકારાત્મક છીએ.
૩૧ માર્ચના રોજ વર્લ્ડ બેંકે એક રિપોર્ટમાં કહ્યું હતું કે ૨૦૨૧-૨૨ દરમિયાન ભારતનો જીડીપીનો વાસ્તવિક વિકાસ દર ૭.૫ થી ૧૨.૫ ટકાની વચ્ચે હોઇ શકે છે.જાે કે વર્ષમાં આપણે જેટલી પ્રગતિ કરી રહ્યા છીએ તે જાેતા અનિશ્ચિતતા ઓછી થશે.આરબીઆઈએ શુક્રવારે ૨૦૨૧-૨૨ માટે ૯.૫ ટકાના આર્થિક વિકાસનો અંદાજ જાળવી રાખ્યો છે. જાે કે, વિશ્વભરમાં સેમિકન્ડક્ટરની અછત, કોમોડિટીની વધતી કિંમતો, વધતો ઉત્પાદન ખર્ચ, વૈશ્વિક નાણાકીય બજારોમાં સંભવિત અસ્થિરતા અને કોરોનાના વધતા કેસો આર્થિક વૃદ્ધિ માટે જાેખમ ઊભું કરી શકે છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એકંદર માંગ વધી છે. આ રેલ્વે નૂર ટ્રાફિક, પોર્ટ માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળીની માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનમાં પ્રતિબિંબિત થાય છે.
કોરોનાના કેસોમાં ઘટાડો અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવા સાથે ખાનગી વપરાશ વધારવામાં મદદ કરી રહી છે. નિકાસ દ્વારા એકંદર માંગને પણ ઘણી મદદ મળી છે. સપ્ટેમ્બર ૨૦૨૧ માં સતત સાતમા મહિને નિકાસ ઇં ૩૦ અબજને વટાવી ગઈ છે, જે મજબૂત વૈશ્વિક માંગને દર્શાવે છે. સેવા ક્ષેત્રમાં સુધારાઓ પણ વેગ પકડી રહ્યા છે.
ગઈ કાલે ભારતમાં મોનેટરી કમિટીની બેઠક હતી એમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથા તથા રાખવાનો ર્નિણય લેવાયો હતો.HS