૨૦૨૨ના પ્રથમ સોમવારે કરીનાએ મોટો નિયમ તોડ્યો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાની એક્ટિંગની સાથે-સાથે ફિટનેસ માટે પણ ખૂબ જાણીતી છે. કરીના કપૂર ખાન ફિટનેસ પ્રેમી છે અને ફિટનેસ જાળવી રાખવા માટે તે ખૂબ જ વર્કઆઉટ અને યોગ કરે છે. તે ડાયટ પર પણ ખૂબ જ ધ્યાન રાખે છે. પણ, કરીનાએ નવા વર્ષ ૨૦૨૨ના પ્રથમ સોમવારે જ પૌષ્ટિક ફૂડ ખાવાની જગ્યાએ પોતાની પસંદગીની વાનગી ખાઈ લીધી છે. કરીનાએ સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ પણ શેર કર્યો છે.
અત્યારે સોશિયલ મીડિયા પર કરીના કપૂરની આ પોસ્ટ ચર્ચામાં જાેવા મળી રહી છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોગ્રાફમાં તે ક્રોઈસેન બ્રેડ ખાતી જાેવા મળી રહી છે. પોતાની મનગમતી વાનગી ખાતી વખતે કરીનાની આંખોમાં ખુશી જાેવા મળી રહી છે. આ ફોટો શેર કરતા કરીનાએ લખ્યું કે વર્ષના પહેલા દિવસે જ પૌષ્ટિક આહાર ખાવાનો હતો પણ આ તો ક્રોઈસેન છે, આ ખાઈ જાઓ. તે કરો જે તમારું દિલ ઈચ્છે છે.
એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી કરીના સાથેનો ફોટો શેર કર્યો છે કે જેમાં તેઓ સ્ટ્રોબેરી અને ક્રીમ ખાતા જાેવા મળી રહ્યા છે. અહીં નોંધનીય છે કે કરીના કપૂર ખાનના સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે એક વિડીયોમાં જણાવ્યું હતું કે કોલેસ્ટ્રોલ સંબંધિત ઘણી માન્યતાઓ છે જેના કારણે લોકોએ ઘી, મલાઈ અને માખણ ખાવાનું બંધ કરી દીધું છે.
એવું નથી કે વધુ વજન ધરાવતા લોકોમાં જ કોલેસ્ટ્રોલ હોય છે, પાતળા લોકોમાં પણ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે. જાે તમે દૂધ, ઈંડા ખાઓ છો તો તેમાં કોલેસ્ટ્રોલ હશે. આવો પ્રાકૃતિક આહાર તમે ખાઈ શકો છો પણ પેકેજ્ડ ફૂડથી બચવું જાેઈએ. તેઓ જણાવે છે કે વર્ષના ૩૬૫ દિવસોમાંથી તમે ૩૦૦ દિવસ રોટલી, શાક, દાળ, ભાત ખાઓ છો અને ૬૦ દિવસ તમે તહેવાર-પ્રસંગમાં તળેલું ખાઓ છો તો તમારા શરીર-હાર્ટને કોઈ નુકસાન નહીં થાય.SSS