૨૦૨૨માં પણ ખાદ્ય તેલોનાં ભાવ ૧૦૦થી નીચે નહીં જાય

Files Photo
નવી દિલ્હી, ખાદ્યતેલમાં છેલ્લા કેટલાક સમયથી લાગેલી આગ આગામી સમયમાં ઠરવાનાહાલ કોઈ એંધાણ નથી. બજારના સૂત્રોનું માનીએ તો, ૨૦૨૨માં પણ ખાદ્યતેલનો ભાવ ૧૦૦ રુપિયાથી નીચે આવવાની શક્યતા નથી.
૨૦૧૯ના વર્ષ સાથે સરખામણી કરવામાંઆવે તો આ ભાવ ૩૦ ટકા જેટલો વધારે થાય છે. જાેકે, માર્ચ ૨૦૨૨ બાદ રાઈનોશિયાળુ પાક બજારમાં આવતા તેલની કિંમતમાં ૭-૮ ટકાનો સામાન્ય ઘટાડો સંભવ છે.
૨૦૨૧માંભારતમાં ખાદ્યતેલનો ભાવ એક સમયે ૨૦૦ રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયોહતો. આ સ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીને ટાણે યુપી જેવા રાજ્યમાં સરકારેગરીબોને માર્ચ ૨૦૨૨ સુધી સનફ્લાવર અને સોયાબિન ઓઈલ મફતમાં આપવાની જાહેરાતકરી હતી.
હાલ તેલના ભાવ તેની ઓલટાઈમ હાઈ સપાટીથી નીચે તો આવી ગયા છે, પરંતુતેની કિંમત જાેઈએ તેવી નથી ઘટી. સોયાબિન, સનફ્લાવર અને પામ ઓઈલનાઆંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધતા દેશમાં તેની કિંમતમાં ભડકો થયો હતો.
ભારત પોતાની જરુરિયાતના ૭૦ ટકા જેટલું તેલ આયાત કરે છે. જેથી આંતરરાષ્ટ્રીયમાર્કેટમાં થતા ફેરફારની અસર ઘરઆંગણે પણ તુરંત જ દેખાય છે.
સરકારદ્વારા આયાતમાં છૂટછાટ અપાતા સોયા ઓઈલની હોલસેલ કિંમત ૧૫૦ રુપિયા પ્રતિકિલોથી ઘટીને જુલાઈ-ઓગસ્ટમાં ૧૨૫ રુપિયા પર આવી ગઈ હતી. તેવી જ રીતે પામઓઈલની કિંમત ૧૪૦થી ઘટીને ૧૨૦ રુપિયા અને સનફ્લાવર ઓઈલની કિંમત ૧૫૦થી ઘટીને ૧૨૮ પર આવી ગઈ છે. વૈશ્વિક બજારોની વાત કરીએ તો, ૨૦૨૨ની શરુઆતના મહિના સુધીપામ ઓઈલની કિંમત ઉંચી રહેવાની શક્યતા છે.
ઈન્ડિયન વેજિટેબલ ઓઈલપ્રોડ્યુસર એસોસિએશનના પ્રમુખ સુધાકર દેસાઈના જણાવ્યા અનુસાર, વૈશ્વિકબજારમાં ઉંચા ભાવ ઉપરાંત સોયાબિનના પાકના વધુ ભાવ આવશે તેવી આશાએ ખેડૂતોએતેનો સ્ટોક કરી રાખ્યો છે. હાલ રાઈનો સ્ટોક પણ ઓછો હોવાથી તેમજ આયાત દ્વારાપણ તેની પૂર્તિ કરી શકાય તેમ ના હોવાથી ખાદ્યતેલની કિંમતો સ્થાનિકમાર્કેટમાં ઉંચી જાેવા મળી રહી છે.SSS