Western Times News

Gujarati News

૨૦૨૨માં પણ પ્રજાએ ભાવ વધારા સહિતની મુશ્કેલીઓ સહન કરવી પડશે

નવીદિલ્હી, કોરોના મહામારી દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અતિશય વધી જતા ભારતીય પરિવારોનું બજેટ ખોરવાઇ ગયુ છે અને નજીકના સમયગાળામાં હાલ કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી.પેકેજ્ડ ફૂડ ઉદ્યોગના એક સિનિયર અધિકારીનું માનવુ છે કે, આગામી ત્રિમાસિક દરમિયાન ભારતીય ગ્રાહકોએ વધારે પડકારોનો સામનો કરવો પડી શકે છે.

અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ અને કોમોડિટીઝના ભાવમાં ઉછાળાના કારણે જી-સેવનના જાપાન સિવાયના દરેક દેશે ભાવવારાનો માર સહન કરવો પડશે.

એક બહુરાષ્ટ્રીય કંપનીના વડાએ જણાવ્યું હતું કે આગામી વર્ષે ખાદ્ય મોંઘવારી દરમાં તીવ્ર વૃદ્ધિ જાેવા મળી શકે છે. કૃષિ પેદાશો, ખાદ્યતેલ અને પેકેજિંગ મટિરિયલ્સની કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિ ઉપરાંત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સારી આર્થિક ગતિવિધિઓથી ખાદ્ય મોંઘવારી ઝડપથી ઊંચે જશે.તેમણે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૨૨ સ્વાભાવિક રીતે એક મુશ્કેલીભર્યુ વર્ષ દેખાઇ રહ્યુ છે.

દૂધની કિંમતોમાં વૃદ્ધિ થઇ છે અને અર્થવ્યવસ્થાઓ ફરી ખુલતા આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ આવી રહી છે જેથી માંગમાં વધારો થશે. આવી પરિસ્થિતિમાં ભાવ વધવા સ્વાભાવિક છે. વૈશ્વિક સ્તરે કોફીની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો જાેવા મળી રહ્યો છે. સપ્લાયમાં વિક્ષેપ, તેલ સંબંધિત જટિલતાઓ અને પેકેજિંગ મટિરિયલ્સમાં તેજીથી ખર્ચ ૪થી ૫ ટકા વધી શકે છે.

એવામાં ખાદ્ય મોંઘવારી આપણી મુશ્કેલીઓમાં વધારો કરશે.અન્ય કંપનીઓથી વિપરીત નેસ્લેને દૂધ અને ઘઉં જેવા મુખ્ય કાચામાલની કિંમતોમાં વૃદ્ધિથી ઓછો ફટકો પડયો છે. તેના જણાવ્યા અનુસાર હાલમાં નેસ્લે દ્વારા કિંમતોમાં કરાયેલી વૃદ્ધિ પુરતી નથી. કંપનીએ કેટેગરીના આધારે ૧થી ૩ ટકાનો ભાવ વધારો કર્યો છે. અલબત્ત તેમણે એ જણાવ્યુ નથી કે કંપનીએ પેકેટના કદમાં કેટલો ઘટાડો કર્યો છે.

આ સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્વની મધ્યસ્થ બેન્કો ફુગાવાના જાેખમને પહોંચી વળવા માટે તેમની આગવી વ્યૂહરચના ઘડવી પડશે, કારણ કે વિશ્વના અર્થતંત્રોએ રોગચાળામાંથી બહાર આવવામાં અસંતુલિત રિકવરીના કારણે અપેક્ષા કરતાં વારે ઝડપથી ભાવવધારાનો સામનો કરવો પડશે.

આ સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની માંગ અપેક્ષા કરતાં વધારે રહી અથવા તો લાંબા સમય સુી પુરવઠાની અછત વધારે પ્રમાણમાં રહી તો નજીકના ભવિષ્યમાં ફુગાવાનું જાેખમ વધીજશે.

આ સમયગાળા દરમિયાન અનુકૂળ નાણાકીય નીતિ ચાલુ રાખી શકાય છે, પરંતુ તેની સાથે કોઈપણ ફુગાવો નિયત લક્ષ્યાંકને અતિક્રમી જાય તો તેના માટે શું કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન જરૂરી છે.

આગામી એક જ સપ્તાહમાં વિશ્વની કમસેકમ ૧૫ મધ્યસ્થ બેન્કો નાણાકીય ર્નિણયો લેવાની છે ત્યારે કન્ઝ્‌યુમર પ્રાઇસીસમાં વૃદ્ધિ ઉલ્લેખનીય છે.ફુગાવાના આ જાેખમને ધ્યાનમાં રાખીને જ ફેડરલ રિઝર્વ રોગચાળાના સમયગાળા દરમિયાન આપેલું પ્રોત્સાહન પેકેજ વાઇન્ડ અપ કરી શકે છે.

આ વૈશ્વિક સંસ્થાના અનુમાન મુજબ ગુ્રપ-૨૦ બ્લોકના દેશોમાં ફુગાવો ૨૦૨૧માં ૩.૭ ટકા અને ૨૦૨૨માં ૩.૯ ટકા થવાનો અંદાજ છે. અમેરિકા પર ભાવનું દબાણ હળવું થયું હોવા છતાં પણ સંગઠનના અર્થશાસ્ત્રીઓ માને છે કે સમગ્ર વર્ષ દરમિયાન ફુગાવાનો દર ત્રણ ટકાની ઉપર રહેશે.

જાે કે પુરવઠાના મોરચે લાંબો સમય અછત રહે જ તો જ લાંબા સમયગાળા માટે ફુગાવાના ઊંચા દરનો સમયગાળો શરૂ થઈ શકે. મજબૂત ફુગાવો અને અસંતુલિત વૃદ્ધિના સંયોજનના કારણે વિશ્વએ વૃદ્ધિની તક ગુમાવી છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીમાં બે વર્ષ ગયા પછી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ પર નજર છે. ૨૦૨૧માં વૈશ્વિક વૃદ્ધિદર ૫.૮ ટકાથી ઘટાડી ૫.૭ ટકા થવાનો અંદાજાયો છે.આગામી વર્ષે રાંધણ ગેસ,પેટ્રોલ-ડીઝલ, સીએનજી, ખાંડ, તેલ, શાકભાજી,કઠોળ,વીજળી,ટેલિકોમના દર વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.