Western Times News

Gujarati News

૨૦૨૨માં યુપી વિધાનસભા એકલા હાથે લડીશું: અખિલેશ

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું બસપાથી ગઠબંધન તુટયા બાદ પહેલુ મોટું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું છે કે વર્ષ ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં સપા પોતાના દમ પર એકલા હાથે ચુંટણી લડશે કોઇ પણ અન્ય પક્ષથી ચુંટણી ગઠબંધન થશે નહીં.

અખિલેશે પાર્ટી મુખ્ય કાર્યાલયે એકત્રિત થયેલ જીલ્લા પ્રમુખ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું છે કે સમાજવાદી પાર્ટી પોતાના કામ અને જનતા માટે કવામાં આવી રહેલ સંધર્ષના બળે ચુંટણી મેદાનમાં ઉતરશે અને જનાદેશ પ્રાપ્ત કરી આગામી સરકાર બનાવશે ભાજપને જનતા વર્ષ ૨૦૨૨માં સત્તાથી બેદખલ કરવાનું મન બનાવી ચુકી છે.તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા પુરી રીતે બરબાદ થઇ ગઇ છે.બજારમાં મંદી છે અને દરેક કોઇ નવયુવાનોને રોટી રોટીથી વંચિત કરવામાં આવી રહ્યાં છે. રૂપિયાની શાખ નીચે ઉતરી રહી છે. પ્રદેશમાં દેવા લેઇ સરકાર પોતાના જુઠાણાના પ્રચારનો ઢોલ પીટી રહી છે.તેમણે કહ્યું કે ભાજપની ખોટી નીતિઓને કારણે વિકાસની દોડમાં ઉત્તરપ્રદેશ પાછળ થઇ રહ્યું છે યુવાનોને નોકરી મળી રહી નથી અને તમામ ઔદ્યોગિક સંસ્થાનોથી તેમની છુટ્ટી થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.