Western Times News

Gujarati News

૨૦૨૩માં અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨ પરિવારને હજુ ક્લેમના રૂપિયા મળ્યાં નથી

share broker suicide

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી લાખો માઈ ભક્તો ૭ દિવસમાં અંબાજી ખાતે આવનાર છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે માહિતી આપી હતી

કે ૨૧ દિવસમાં ૨૦ કિલોમીટરના અંતરમાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામેતો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુરક્ષાના ભાગરૂપે ૩ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે ગત ૨૦૨૩ માં ભાદરવી મેળા વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા અને પુરુષના પરિવારને વીમાના રૂપિયા મળેલ નથી.

બીજી તરફ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ માં વીઆઈપી નેતાઓ પાછળ ચા અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટે ૧૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરેલ છે. જે રૂપિયા હજુ સુધી મંદિરના ખાતામાં પરત આવ્યા નથી.

અંબાજી માન સરોવર પાસે બ્રહ્મપુરીવાસમાં રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન રાવળ સાથે ૨૦૨૩ મા કેમ્પ જોવા ગયા અને અકસ્માતમાં પોતાની પત્ની ગુમાવી. મૃતક મહિલા ચંદ્રિકાબેન રાવળને સંતાનમાં ૨ દીકરા અને ૧ દીકરી હતી. ૨૦૨૩ ના વર્ષમાં ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો હતો, અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાના પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા,

ત્યારે રોંગ સાઈડ માંથી આવેલા ટેમ્પોના ચાલકે અકસ્માત કર્યો હતો. ૯/૧૦/૨૦૨૩ ના રોજ મૃતક મહિલાના પતિ ભરતભાઈ રાવળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ખાતે અરજી કરવામાં આવી હતી અને તેની સાથે તમામ આધાર પુરાવા પણ આપવામાં આપ્યા હોવા છતાં પણ હજુ સુધી વીમાના ક્લેમના રૂપિયા મહિલાના પતિને મળ્યા નથી. મહિલાના પતિ દ્વારા અવારનવાર ટ્રસ્ટની ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ રૂપિયા મળતા નથી.

બીજી તરફ ૨૦૨૩ માં પણ બાયડ તાલુકાના એક ગામના મહેન્દ્રભાઈ પરમારનું ગના પીપળી પાસે રિક્ષા સાથે બાઈકનું અકસ્માત થયેલું, જેમાં તે મૃત્યુ પામેલા,આમ ૨ પરીવારને અક્સ્માત ના રૂપિયા મળ્યા નથી. અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે સરકાર હસ્તકની વીમા કંપની માંથી જ વીમો લઈએ છીએ અને તેનુ પ્રીમિયમ પણ મંદિર ટ્રસ્ટ ભરે છે

તો પછી અકસ્માતમાં ભોગ બનેલા પિડીત પરિવારોને વીમા કંપની દ્વારા કેમ હેરાન કરવામાં આવે છે, તે સવાલ હાલમાં તો ઊભા થયા છે.ભરતભાઈ રાવળે જણાવ્યું હતું કે આ બાબતે અમે હજુ સુધી કોર્ટમાં ગયા નથી. બીજી તરફ મહેન્દ્રભાઈ પરમાર ના પરિજને પણ જણાવ્યું હતું કે અમે મંદિર ટ્રસ્ટમાં આધાર પુરાવા આપ્યા છે પણ સહાય મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.