૨૦૨૪ પહેલા અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઇ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટન, અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઉચ્ચ પદ પરથી હટી ગયા છે પરંતુ આજે પણ તેઓ હેડલાઇન્સમાં બની રહે છે. તેઓ આજે પણ પોતાના બેબાક અને બેફામ નિવેદન આપવામાં પાછી પાની નથી કરી રહ્યા. તાજેતરમાં એકવાર ફરી તેમણે એક નિવેદન આપતા ભવિષ્યવાણી કરી છે.
ટ્રમ્પે ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, ૨૦૨૪ સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મંગળવારે એક અમેરિકન ટીવી ચેનલ સાથે વાત કરતા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં દેશ ખરાબ રીતે નીચે જઈ રહ્યો છે અને જાે આ સ્થિતિ ચાલુ રહી તો ૨૦૨૪ સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો છે કે, તેઓ ૨૦૨૪ માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. જાે કે તેમણે કહ્યું છે કે, ૨૦૨૪ પહેલા દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે.
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસનાં ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસર સાથે ન્યૂઝમેક્સ ઇન્ટરવ્યુ દરમિયાન અમેરિકાનાં સંપૂર્ણ પતનની આગાહી કરી છે. અમેરિકામાં વિનાશની આગાહી કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરિયાદ કરી હતી કે, “આપણો દેશ છેલ્લા આઠ મહિનામાં ખરેખર નીચે ચાલ્યો ગયો છે જેવુ પહેલા ક્યારેય કોઈએ જાેયુ નથી.”
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘તમે આ પહેલા ૨૨ અને ૨૪ ની આવનારી ચૂંટણીઓમાં જાઓ તે પહેલાં આપણી પાસે કોઈ દેશ રહેશે નહીં.” તેમણે કહ્યુ કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી, અને તમે જાેજાે ત્રણ વર્ષમાં આપણી પાસે કોઈ દેશ બાકી રહેશે નહીં, હું તમને બતાવીશ.”
સ્પાઇસરે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે, શું ટ્રમ્પ સંભવિત રાષ્ટ્રવ્યાપી સર્વનાશ હોવા છતાં ૨૦૨૪ માં ચૂંટણી લડશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રશ્ન પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યુ કે, સ્પાઇસર અને “અન્ય ઘણા લોકો કે જેઓ આપણા દેશને પ્રેમ કરે છે તેઓ ખૂબ ખુશ થશે.” ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નક્કી કરશે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં.
પરંતુ, આ સાથે તેમણે ઉમેર્યું કે “તેનાથી બાબતો વધુ જટિલ બનશે, પરંતુ હું કહેવા માંગુ છું કે જાે આવું થશે તો દેશ ફરી એકવાર સુધારા તરફ આગળ વધશે.” આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જાેશે કે તેમની રિપબ્લિકન પાર્ટી ૨૦૨૨ માં યોજાનારી ચૂંટણી દરમિયાન કેવું પ્રદર્શન કરે છે, તે પછી તેઓ ૨૦૨૪ માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ર્નિણય લેશે.HS