૨૦૩૦ સુધીમાં ભારતમાં 6Gનેટવર્ક શરૂ કરવાનું લક્ષ્યાંક
નવી દિલ્હી, ભારતની ટ્રાઈ(ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની રજત જયંતિ નિમિત્તે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ૨૦૩૦ સુધીમાં ભારત ૬જી નેટવર્ક શરૂ કરવાનુ લક્ષ્ય સામે રાખીને ચાલી રહ્યુ છે. જેનાથી અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી લોકોને મળશે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આગલા કેટલાક મહિનામાં ૫ જી નેટવર્ક લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નેટવર્કના કારણે ભારતની ઈકોનોમીમાં ૩૪૦૦ કરોડ રૂપિયાનો ઉમેરો થશે. ઈન્ટરનેટની ઝડપ વધવાની સાથે વિકાસ અને રોજગારીની તકો પણ વધી રહી છે. કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી સેવાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ૨૧મી સદીમાં દેશની પ્રગતિ કનેક્ટિવિટીથી નક્કી થશે, તેમણે સાથે સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, ૨ જી યુગ દેશમાં ભ્રષ્ટાચારનો પ્રતિક હતો. અમારી સરકારે પારદર્શી રીતે ૪ જી સર્વિસ લાગુ કરી છે અને હવે દેશ ૫ જી તરફ વધી રહ્યો છે. ભારતમાં મોબાઈલ બનાવતા પ્લાન્ટ ૨૦૦ થઈ ગયા છે. ભારત આજે દુનિયાનુ સૌથી મોટુ મોબાઈલ મેન્યુફેક્ચરિંગનુ કેન્દ્ર બની ગયો છે.SS2KP