૨૦ ઢોંક પક્ષીઓને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બચાવાયા
ઉત્તરાયણનો તહેવાર રાજ્યભરમાં મનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે કોરોનાને કારણે સરકારની ગાઈડલાઈનને લઈને લોકોએ એક સ્થળ પર એકઠા થવાનું ટાળ્યુ હતું. આમ છતાં પણ પતંગ અને દોરીનો વેપાર સારો રહ્યો હતો.
પતંગની દોરીને કારણે ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર કરતી સેવાભાવી સંસ્થાઓની કામગીરીને કારણે ઘણાં પક્ષીઓના જીવ બચ્યા હતા. સરકારના આદેશ પ્રમાણે પશુ પક્ષીઓની સારવાર માટે પણ પીપીઈ કીટ પહેરવી જરૂરી હતી.
૧૪-૦૧-૨૦૨૧ ના રોજ ઉતરાયણના રોજ સાંણદ વિસ્તારમાંથી દોરીથી ઘાયલ થયેલા ૨૦ ઢોંક પક્ષીઓને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જેને સારવાર માટે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માં ખસેડવામાં આવ્યા છે. બર્ડ ફ્લુ ના કારણે સરકાર શ્રી ની ગાઈઽ લાઈન ને અનુસરી ને દરેક કાર્યકર દ્વારા પી.પી.ઈ. કીટ પહેરી ને બચાવ કાર્ય હાથ ધરવા માં આવ્યુ હતુ. પક્ષીઓને ચાઈનીઝ દોરીના લીધે પાંખમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરાયણના તહેવારો દરમ્યાન પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવાના કરૂણાસભર ભાવ સાથે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦ દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા આ અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્કયુ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વિડીયો કોન્ફરન્સથી નિરીક્ષણ પણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું. તેમણે કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તથા સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ-ઇજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને આદેશો પણ આપ્યા છે.