૨૦ ફેબ્રુઆરી પછી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા
અમદાવાદ: હવામાન નિષ્ણાતોના મત મુજબ આજથી ત્રણ દિવસ સુધી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની વકી છે. જાે કે, ૨૦મી પછી ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આ મહિનાના અંતમા અરબી સમુદ્ર તરથી ભેજવાળા પવન ફૂંકાતા કેટલાક ભાગોમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યના છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો.
દિવસનું તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ રહેતા ગરમી વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ૩ દિવસ હિમવર્ષા થવાની શક્યતા રહેતા ગુજરાતમાં સવારે ઠંડા પવન ફૂંકાશે. જેથી બે દિવસ છંડીમાં વધારો થવાની શક્યતા છે. જાે કે, ૨૦ ફેબ્રુઆરીથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે.
૧૫ અને ૧૬ ફેબ્રુઆરીમા પૂર્વ દરિયાકાંઠે હવામાનના ફેરફાર થતાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ૧૬થી ૧૮ ફેબ્રુઆરીમાં મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે ૧૮-૨૧ ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના વલસાડ, તાપી, સાપુતારા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આ દરમિયાન ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જાેર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચે આવ્યો છે. એવામાં ગરમી અને ઠંડી બંને અનુભવાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી શકે છે. આ દરમિયાન કમોસમી વરસાદ પણ પડી શકે છે. ૧૪મી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.