૨૦ હેક્ટરના વાવેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યુ હતું
વિરપુર વિરપુરના વરધરા ગામના પરા વિસ્તારના સુલતાનપગીના મુવાડામા વિસ દિવસ પહેલા બપોરના સમયે બે બાળકોો કુદરતી હાજતે ગયા હતા અને કેનાલમા પાણી લેવા જતા બંને બાળકો કેનાલમાં ડુબતા એકને બચાવી લેવાયો હતો જ્યારે બીજા બાળકની સોધખોજ કરવા માટે કેનાલના દરવાજા ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું કેનાલમાં પાણી નો પ્રવાહ ઓછો થતા બાળકની લાશ મળી આવી હતી
પરંતુ પાણી તળાવમાં છોડવાથી તળાવ ભરાઈ જતાં વરધરા ગામનાં વિસ્તારોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયું હતું જેના કારણે ઉભા પાક તેમજ કાપણી કરેલા પાકને ભારે નુક્શન થયું હતું કેનાલનું પાણી અંદાજીત વિસ હેક્ટર જેટલા વિસ્તારમાં ભરાઈ ગયું હોવાના કારણે ખેડુતોને આર્થિક ફટકો તેમજ રોવાનો વારો આવ્યો છે આ બાબતને લઈને વિસ દિવસ પહેલા વિરપુર મામલતદાર કચેરી ખાતે વળતરને લઈને આવેદન આપવામાં આવ્યું હતું
પણ આજદિન સુધી તંત્ર દ્વારા અસરકારક કામગીરી હાથ ના ધરતા ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો લાખો રૂપિયાનો પાક નિષ્ફળ થતાં વરધરા ગામના ખેડૂતોને હાલત કફોડી બની છે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાપણી કરેલા પાકને ભારે નુક્સાની, વળતરની આશા રાખીને બેઠેલા વરધરા ગામના ખેડૂતો.. પુનમ પગી વિરપુર