Western Times News

Gujarati News

૨૧મીએ યોજાનાર ખોડલ પાટોત્સવ રદ થવાની શક્યતા

રાજકોટ, કોરોનાએ પોતાને ફરી એકવાર પોતાનો પ્રકોપ શરૂ કરી દીધો છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસ ૩ હજારને પાર થઇ ગયા છે. જેના લીધે રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે.

કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ ૨૦૨૨ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હાલમાં પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર ખોડલ પાટોત્સવ રદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.

કોરોનાના વધતાં જ કેસના લીધે આગામી ૨૧ જાન્યુઆરીએ યોજાનાર ખોડલ પાટોત્સવમાં ૨૦ લાખથી પણ વધુ લોકો જાેડાવવાના હતા. ત્યારે હાલ મળી રહેલા સમાચારો અનુસાર આ પાટોત્સવ રદ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. જેને લઇને નરેશ પટેલ આવતીકાલે તમામ ટ્રસ્ટીઓની બેઠક બોલાવશે અને આ અંગે ર્નિણય છે. જાેકે આ પાટોત્સવ વર્ચુઅલી પણ યોજાઇ શકે છે તેની સંભાવના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ઘણા નેતાઓ પણ હાજર રહેવાના હતા.

વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેવાની જાહેરાત થતા જ ફ્લાવર શોના રદ થવાની પણ જાહેરાત કરાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૮ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. જાેકે, અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો ર્નિણય લેવાયો છે.

દીવમાં પણ શિક્ષણ ક્ષેત્રે આકરા ર્નિણયો લેવામા આવ્યા છે. દીવમા ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. શાળામાં હવેથી ઓનલાઈન શિક્ષણ ચાલશે. આ સાથે જ દીવમાં આવતા પ્રવાસીઓ પર પણ કેટલાક પ્રતિબંધ લગાવાયા છે.

પ્રવાસીઓ માટે વેક્સીનના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે. સાથે જ તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જાેવા મળ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.