Western Times News

Gujarati News

૨૧ કરોડના ખર્ચે અમદાવાદના શેલામાં બન્યું તળાવ અને પબ્લિક પાર્ક

અમદાવાદ, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) અને જિલ્લા વહીવટીતંત્ર સાથેના સહયોગમાં યુપીએલે અમદાવાદમાં શેલા તળાવ ખાતે નવા વિકસાવાયેલા અને નિખારવામાં આવેલા પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદમાં સાઉથ બોપલ નજીક શેલા ગામમાં ૮.૨ હેક્ટર વિસ્તારમાં પથરાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સ્થાનિક સમુદાયને અનન્ય જાહેર સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ ઉદ્ઘાટન પ્રસંગ ભારે ઉત્સાહ સાથે યોજાયો હતો. માનનીય સાંસદ (ગાંધીનગર) અને ભારત સરકારના કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન શ્રી અમિત શાહ, ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્ય (સાણંદ) શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા અને યુપીએલના વાઇસ ચેરમેન અને કો-સીઈઓ શ્રી વિક્રમ શ્રોફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

યુપીએલના વાઇસ ચેરમેન અને કો-સીઈઓ શ્રી વિક્રમ શ્રોફે આ પ્રસંગે જણાવ્યું હતું કે “યુપીએલ ખાતે અમે સમુદાયોને લાભ પહોંચાડે અને તેમની સુખાકારીમાં વધારો કરે તેવા ટકાઉ સોલ્યુશન્સ વિકસાવવા માટે હૃદયપૂર્વક સમર્પિત છીએ. પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાન સમાજને કંઈક પાછું આપવા તથા જીવનની ગુણવત્તામાં વધારો કરે તેવા હરિયાળા સ્થળોને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનને દર્શાવે છે.” ૫૦ લાખ લિટરની ક્ષમતા સાથે વિકસાવાયેલો વિસ્તૃત તળાવ વિસ્તાર સુંદર રીતે બનાવાયેલા કૃત્રિમ સરોવર સાથે આ જગ્યાના આકર્ષણમાં વધારો કરે છે. આ ભાગમાં વ્યાપક લાન, સિમેન્ટ કોંક્રિટ વાકવે અને ડેકોરેટિવ ફેન્સિંગ આવેલી છે જે મુલાકાતીઓને વધારાની શાંત તથા વાપરવા માટેની જગ્યા પૂરી પાડે છે.

જાહેર ઉદ્યાન વિસ્તાર લગભગ ૧૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને ૪૦ ચોરસ મીટર સ્ટેજ સાથેનું ઓપન એર થિયેટર, ૬,૦૦૦ ચોરસ મીટરને આવરી લેતી સુંદર લાન અને ટપક સિંચાઇ પદ્ધતિ સાથેના હોર્ટિકલ્ચર લેન્ડસ્કેપિંગ ધરાવે છે. તેમાં ઓપન જીમ અને અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ સમર્પિત ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધાઓ છે. આ વિસ્તારમાં જીર્ણોદ્ધાર કરેલું એક મંદિર, બેબી કેર સુવિધાઓ સાથેના ટોઇલેટ બ્લોક અને વિશાળ ર્પાકિંગ સુવિધા છે જે તેને પરિવારો માટે સુગમ અને આનંદ માણવાલાયક સ્થળ બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.