૨૧ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ કરાયા
(માહિતી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને વટવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અંદાજે ૨૧ કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ વિવિધ લોકાર્પણોમાં રૂ. ૩૯ લાખના ખર્ચે મોહજગત સામેના પ્લોટમાં નિર્મિત બગીચાનું લોકાર્પણ, રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે શ્રીરામ રેસિડેન્સીની સામે નિર્મિત બગીચાનું લોકાર્પણ, રૂ. ૧૫ કરોડના ખર્ચે પૂજા ફાર્મ પાસે નિર્મિત સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન તથા નવાણા પમ્પિંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલ સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ, અને રૂ. ૩.૦૩ કરોડના ખર્ચે ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિપક ત્રિવેદી સહિતના કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.