૨૧ મહીનાની અંદર નવું સંસદ ભવન તૈયાર થઇ જશે
નવીદિલ્હી, દેશની સંસદનું નવું ભવન વર્તમાન પરિસરમાં જ પ્લોટ નં,૧૧૮ પર આગામી ૨૧ મહીનાની અંદર તૈયાર થશે નવા સંસદ ભવન માટે રેલ અને પરિવહન ભવનને તોડવામાં આવશે નહીં. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે અમારૂ લક્ષ્ય આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા પર ગૃહની કાર્યવાહી નવા સંસદ ભવનમાં જ ચલાવવાની છે.
અધ્યક્ષે કહ્યું કે વર્તમાન સંસદ ભવન ૮૮૩૮ વર્ગ મીટરમાં બનેલ છે નવી ઇમારત બનાવવા માટે પરિસરની અંદર જ ૮૮૨૨ વર્ગ મીટર ખાલી જગ્યા ઉપલબ્ધ છે. આવામાં નવું ભવન બનાવવા માટે બહારના કોઇ ભવનને તોડી પાડવાનો કોઇ પ્રસ્તાવ નથી
ચોમાસુ સત્રના આયોજનને લઇ અધ્યક્ષે સંતોષ વ્યકત કર્યો તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન ખુબ પડકારપૂર્ણ સ્થિતિમાં આયોજિત ચોમાસા સત્રમાં ૧૬૪ ટકા કાર્ય ઉત્પાદકતા રહેવી સંતોષજનક વાત છે.જાે કે આ સત્ર દરમિયાન માત્ર ૧૦ બેઠકો જ આયોજીત કરવામાં આવી તેમાં ૨૫ બિલ પાસ કરવામાં આવ્યા કૃષિ મહામારી બિલ કોરોના પર લાંબી ચર્ચા વધુ સાર્થક કરી શૂન્યકાળમાં ૩૭૦ મામલા ઉઠાવવામાં આવ્યા આ દરમિયાન ૨૩૦૦ અતાંરાંકિત પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે.
એક સવાલના જવાબમાં અધ્યક્ષે કહ્યું કે તમામ બિલો અને મુદ્દા પર વિરોધ પક્ષોને બોલવાની ભરપુર તક આપવામાં આવી છે વિરોધ પક્ષોને નક્કી સમયથી વધુ તક મળી છે.HS