૨૧ વર્ષનો મયંક પ્રતાપ સિંહ દેશનો સૌથી યુવા ન્યાયાધીશ બનશે
જયપુર, રાજસ્થાન ન્યાયિક સેવા ૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થઇ ગયા છે અને આ સાથે જ રાજસ્થાનમાં રહેતો ૨૧ વર્ષીય યુવક દેશનો સૌથી ઓછી ઉમરનો ન્યાયાધીશ બનવા જઇ રહ્યો છે જયપુરના મયંક પ્રતાપ સિંહે રાજસ્થાનના સૌથી ઓછી વયના ન્યાયાધીશ બની ઇતિહાસ રચી દીધો છે. આ બાબતે તેને પુછવામાં આવ્યું હતું કે પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરે તો મયંકે કહ્યું કે પરીક્ષાને પાસ કરવા માટે દરરોજ ૧૨થી ૧૩ કલાક અભ્યાસ કરતો હતો.
સિંહે કહ્યું હતું કે એક સારા ન્યાયાધીશ બનવા માટે ઇમાનદારી સૌથી મહત્વપૂર્ણ માનદંડ છે.મયંકે કહ્યું કે હું સખ્ત મહેનત કરવા માટે ખુબ અભ્યસ્ત છું આથી મને સારા પરીક્ષામાં સારા પરિણામની આશા હતી.મારા મતે એક સારા ન્યાયાધીશ ઇમાનદાર હોવા જાઇએ અને તેને બાહુબલ અને નાણાંબળની બહારી પ્રભાવમાં આવવું જાઇએ નહીં. મયંક રાજસ્થાન યુનિવર્સિટીથી પાંચ વર્ષનો એલએલબી કોર્સ કરી રહ્યો હતો. જયપુરના માનસરોવરના નિવાસી મયંકે આ વર્ષ એપ્રિલમાં રાજસ્થાન વિશ્વ વિદ્યાલયથી એલએલબીનો અભ્યાસ પુરો કર્યો છે.
તેણે માત્ર ૨૧ વર્ષની ઉમરમાં રાજસ્થાન ન્યાયિક સેવા પરીક્ષાને પાસ કરી ઇતિહાસ રચ્યો છે અને તે દેશનો સૌથી યુવા જજ બની ગયો છે તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં આ પરીક્ષાને પાસ કરી છે.એ યાદ રહે કે સ્થાન હાઇકોર્ટે વર્ષ વર્ષ ૨૦૧૯માં રાજસ્થાન ન્યાયિક સેવા પરીક્ષા માટે ન્યુનતમ આયુને ધટાડી ૨૧ વર્ષ કરી દીધી છે આ પહેલા આ પરીક્ષાને પાસ કરવા માટે ન્યુનતમ ઉમર ૨૩ વર્ષ હતી.