૨૧ વર્ષમાં પહેલીવાર સામાન્ય પ્રજાએ કંપનીઓ કરતાં વધારે ટેક્સ ભર્યો
નવીદિલ્હી: આવકવેરા વિભાગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી લઈને ૨૦૧૯-૨૦ સુધી દર વર્ષે કોર્પોરેટ ટેક્સના મુકાબલે સામાન્ય લોકોની ટેક્સ ચુકવણીમાં ભાગીદારી ઓછી રહી છે.
ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના મોર્ચા પર મોદી સરકારે ૨૧ વર્ષનો ઐતિહાસીક રેકોર્ડ તોડી નાખ્યો છે. હકીકતે પહેલા એવું બનતુ હતું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કંપનીઓની ભાગીદારી વધારે રહેતી હતી પરંતુ ૨૧ વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે સામાન્ય લોકોની ભાગીદારી કંપનીઓના મુકાબલે ખૂબ ઝડપથી વધી છે. ઈનકમ ટેક્સ વિભાગના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૯.૪૫ લાખ કરોડ રૂપિયા રહી છે. તેમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૪.૫૭ લાખ કરોડ રૂપિયાનો હતો જ્યારે પર્સનલ ઈનકમ ટેક્સ કલેક્શન ૪.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે અન્ય ટેક્સ ૧૬,૯૨૭ કરોડ રૂપિયા રહ્યો છે.
ઈતિહાસના આંકડા પર નજર કરીએ તો શરૂઆતથી જ તે જાેઈ શકાય કે ટેક્સમાં કોરપોરેટની ભાગીદારી વધારે રહી છે. સરકારી આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૬૮,૩૦૫ કરોડ રૂપિયા હતો. તેમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૩૫,૬૯૬ કરોડ રૂપિયા, પર્સનલ ઈનકમ ટેક્સ કલેક્શન ૩૧,૭૬૪ કરોડ રૂપિયા અને અન્ય ટેક્સ કલેક્શન ૩૧,૭૬૪ કરોડ રૂપિયા હતો.
આવક વેરા વિભાગના આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી લઈને ૨૦૧૯-૨૦ સુધી દર વર્ષે કોર્પોરેટ ટેક્સના મુકાબલે સામાન્ય લોકોની ટેક્સ ભાગાદારી ઓછી રહી છે. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવું પહેલી વખત થયું છે જ્યારે કોર્પોરેટ ટેક્સ કલેક્શન ૪.૫૭ લાખ કરોડ રૂપિયા રહ્યો. જ્યારે આ સમયે ઈનકમ ટેક્સ કલેક્શન ૪,૬૯ લાખ કરોડ રૂપિયાનો રહ્યો છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી હતી ત્યારે કોર્પોરેટ ટેક્સના આંકડા ૪.૨૮ લાખ કરોડ હતા. જ્યારે ઈનકમ ટેક્સ ફક્ત ૨.૬૫ લાખ કરોડનો હતો.