૨૨ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કોરોનાની પરિસ્થિતીને કારણે કયા નિયંત્રણો લાગુ કરાયા, જાણો છો?
રાજ્યમાં (COVID-19)પરિસ્થિતીને ધ્યાને લેતાં ગુજરત સરકાર દ્વારા વખતો-વખત માર્ગદર્શિકાઓ તેમજ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૨૦૨૨ ના હુકમ કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ રાત્રિ કફર્યુ તથા અમલમાં મુકેલ નિયંત્રણોની અવિધ નીચે મુજબના ફેરફારો સાથે તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી લંબાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે.
સમ્રગ અમદાવાદ જિલ્લામાં નીચે મુજબના નિયંત્રણો તા.૨૨/૦૧/૨૦૨૨ સુધી અમલમાં મુકવા અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીએ હુકમ કરેલ છે, અમદાવાદ શહેરમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુધી કફર્યુ અમલમાં રહેશે.
(૧) તમામ પ્રકારાના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકાશે.
(૨) આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે. અત્રેના તા.૦૭/૦૧/૨૦૨૨ ના હુકમની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ તેમજ ઈન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮, ધી એપેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ ની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજય શ્રીવાસ્તવની એક અખબારી યાદીમાં જણાવાયું છે.,