Western Times News

Gujarati News

૨૨ રાજ્યોમાં સંક્રમણનો દર ૧૫ ટકાથી વધારે, ૬ રાજ્યોમાં સ્થિતિ સુધારા પર

નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાં ૧૩.૩૧ ટકા સેમ્પલ સંક્રમિત મળ્યા છે. ૩ દિવસ પહેલા આ દર ૧૯ ટકા સુધી નોંધાયી હતી પરંતુ આ હવે આંકડા ઝડપથી નીચે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ કે સરકારની પ્રતિદિન ૨૫ લાખ ટેસ્ટની તૈયારી કરી રહી છે.

કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં બુધવારે કોરોનાના ક્રમશઃ ૩૪,૨૮૧, ૩૪,૮૭૫, ૨૩,૧૬૦, ૫,૨૪૬, ૩૪,૦૩૧ અને ૧,૨૦૯ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે આ રાજ્યોમાં ક્રમશઃ ૪૬૮, ૩૬૫, ૧૦૬, ૭૧, ૫૯૪ અને ૩૧ લોકોના મોત થયા છે.
કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૩,૦૬,૬૫૫ થઈ છે. જ્યારે ૨૩,૩૦૬ લોકોના મોત થયા છે. બુધવારે ૪૯૯૫૩ લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૧૭,૨૪,૪૩૮ છે. જ્યારે ૫,૫૮,૮૯૦ એક્ટિવ કેસ છે. આજે રાજ્યમાં સંક્રમણ દર ૨૬.૪૬ ટકા રહ્યો જ્યારે મૃત્યુ દર ૧.૩૬ ટકા રહ્યો.

તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૩૪,૮૭૫ નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૬,૯૯,૨૨૫ થઈ છે. જ્યારે ૩૬૫ ના મોત થતા કુલ મોતની સંખ્યા ૧૮,૭૩૪ છે. બુધવારે ૨૩, ૮૬૩ લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૧૪,૨૬,૯૧૫ છે. જ્યારે ૨,૫૩,૫૭૬એક્ટિવ કેસ છે.

આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૨૩, ૧૬૦ નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૪,૯૮,૫૩૨ થઈ છે. જ્યારે ૯,૬૮૬ લોકોના મોત થયા છે. બુધવારે ૨૪,૮૧૯ લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૧૨,૭૯,૧૧૦ છે. જ્યારે ૨,૦૯,૭૩૬ એક્ટિવ કેસ છે.

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૫૨૪૬ નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૭,૭૧,૪૪૭ થઈ છે. જ્યારે ૭૧ના મોત થતા કુલ ૯૩૪૦ લોકોના મોત થયા છે. બુધવારે ૯,૦૦૧લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૬,૬૯,૪૯૦ છે. સાજા થનારાનો દર ૮૬.૭૮ ટકા છે. જ્યારે ૯૨,૬૧૭ એક્ટિવ કેસ છે. ૭૪૨ લોકો વેન્ટિલેટર પર છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૩૪,૦૩૧નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૫૪,૬૭,૫૩૭ થઈ છે. જ્યારે ૫૯૪ નવા મોત થતા મરાનારાની કુલ સંખ્યા ૮૪૩૭૧ છે. બુધવારે ૫૧, ૪૫૭ લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૪૯,૭૮,૯૩૭ છે. જ્યારે ૪,૦૧,૬૯૫ એક્ટિવ કેસ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૦૬ થયો છે.

ગોવાના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૧૨૦૯ નવા કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૩૯,૯૮૫ થઈ છે. જ્યારે ૩૧ નવા મોત થતા મરાનારાની કુલ સંખ્યા ૨,૨૨૮ છે. બુધવારે ૨,૧૬૦ લોકો સાજા થતા કુલ સાજા થનારાની સંખ્યા ૧,૧૪,૭૯૩ છે. જ્યારે ૨૨,૯૬૪, એક્ટિવ કેસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.